સાપ કેટલો ખતરનાક હોય છે તે આપણને બધાને ખબર હોય છે. ખાસ કરીને જ્યારે ખતરનાક સાપ સાથે કોઈનો સામનો થાય તો પરિણામ શું હોય તેનો અંદાજ આપ લગાવી શકો છો. પરંતું શું થાય કે જ્યારે સાપ અને મરઘીની લડાઈમાં સાપને હારી જવું પડે? સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. આમાં એક મરઘીની લડાઈ સામે આવી છે.
સાપ અને મરઘી વચ્ચેની લડાઈના આ વિડીયોને ટ્વીટર પર Viral Hog નામના યુઝરે શેર કર્યો છે. આ વિડીયોને જોઈને લોકો હેરાન થઈ ગયા છે કારણ કે સાપ મરઘી આગળ ટકી શકતો નથી અને થોડી જ સેકન્ડમાં જ તે ભાગી જાય છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે એક કાળા રંગનો સાપ કુંડલી મારીને મરઘીના ઘર પાસે બેઠો છે.
આની પોઝીશન જોઈને એવું લાગે છે કે, આ પોતાના શિકારની રાહ જોઈ રહ્યો છે. ત્યાં જ એક શખ્સ આવે છે અને લાકડીની મદદથી સાપને હટાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એક મરઘી ઝાપટ મારીને સાપને નીચે પાડી દે છે અને તેના પર તુરંત જ હુમલો કરવાનું શરૂ કરી દે છે. મરઘીના હુમલાથી સાપ ત્યાંથી ભાગી જાય છે.
સોશિયલ મીડિયા પર આ વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. અહીંયા કેટલાક લોકો આ વિડીયોની મજા લઈ રહ્યા છે તો કેટલાક લોકો જોરદાર રીએક્શન પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, લાગે છે કે, આજે સાપનો લડવાનો મૂડ નથી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…