1 લાખ રૂપિયામાં મળે છે બ્રાન્ડેડ કંપનીનું આ ફાટેલું સ્વેટર…
આટલું મોંઘું સ્વેટર અને એય તે... ફાટેલું

ફેશનને બદલાતા વધારે સમય નથી લાગતો હોતો. અત્યારે માર્કેટમાં કેટલીય પ્રકારની બ્રાંડ ઉપસ્થિત છે અને મોટાભાગે ફેશન ઈન્ડસ્ટ્રીએ અત્યારે પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે. અત્યારે ફેશન ટ્રેન્ડમાં ડિસ્ટ્રેસ્ડ કપડાઓનું ચલણ ખૂબ જ વધી ગયું છે. ડિસ્ટ્રેસ્ડ એટલે કે એવા કપડા કે જે ફાટેલા હોય. તાજેતરમાં જાણીતી લક્ઝરી બ્રાંડે એક સ્વેટર લોન્ચ કર્યું છે. આ સ્વેટરની કિંમત જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.
સોશિયલ મીડિયા પર અજબ-ગજબ વસ્તુઓ વાયરલ થતી રહેતી હોય છે. ફોરેનની જાણીતી લક્ઝરી બ્રાંડ Balenciaga એ હાઈ-ફાઈ રેન્જ વાળુ સ્વેટર માર્કેટમાં લોન્ચ કર્યું છે. ફેશનને ફોલો કરનારા લોકો પણ આ સ્વેટરને જોઈને હેરાન છે. આની કિંમત 1 હજાર 450 ડોલર રાખવામાં આવી છે. ભારતીય કરન્સીમાં આ લગભગ 1 લાખ રૂપિયાનું છે. આ સ્વેટર સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ ચર્ચામાં છે.
આ સ્વેટર બ્રાંડની ડિસ્ટ્રેસ્ડ ક્લોધિંગ લાઈનનો એક ભાગ છે. આ સ્વેટરને ડિસ્ટ્રેસ્ડ Look આપવા માટે તેને કેટલીય જગ્યાએથી ફાડી નાંખવામાં આવ્યું છે. કોલર અને આસ્તીન પર આ ડિઝાઈનને જોઈ શકાય છે. જો કે, સોશિયલ મીડિયા યુઝર્સ આ ડિઝાનની મજાક ઉડી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આ સ્વેટરને જોઈને લાગી રહ્યું છે કે, આને ઉંદરોએ કાતરી નાંખ્યું હોય.