વાયરલ સમાચાર

યુદ્ધ વચ્ચે સરહદ પર રશિયા સાથે લડતા યુક્રેનના સૈનિકોએ કર્યા લગ્ન, વીડિયો થયો વાયરલ

યુદ્ધ વચ્ચે સરહદ પર રશિયા સાથે લડતા યુક્રેનના સૈનિકોએ કર્યા લગ્ન, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર દરરોજ એકથી વધુ સારા વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને આપણે પણ ખુશ થઇ જઈએ છીએ અને ઘણા એવા પણ વિડીયો આવે છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઇ જઈએ, ત્યારે આજે પણ એક એવો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે જે થોડો અલગ છે. જો કે હાલમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે યુક્રેનના જુદા જુદા ભાગોમાં સ્થિતિ ઘણી વણસી રહી છે. રશિયન સૈનિકો યુક્રેનના કિવ, ખાર્કિવ સહિત અનેક શહેરો પર રોકેટ અને મિસાઈલ છોડી રહ્યા છે. જેના કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો ખૂબ જ નકારાત્મક થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં એક દિલાસો આપનારા સમાચાર સામે આવ્યા છે. જો કે આ યુદ્ધની વચ્ચે બે સૈનિકોએ લગ્ન કર્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વાયરલ Video

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનના બે સૈનિક યુનિફોર્મ પહેરીને લગ્ન કરી રહ્યા છે. અને આ લગ્નની તમામ વિધિ યુનિફોર્મમાં કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ટ્વિટર પર Ukrain_War નામના ટ્વિટર યુઝર હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ખૂબ જ ક્યૂટ અને હ્રદય સ્પર્શી વીડિયો. જયારે, અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે – આટલો ક્યૂટ વીડિયો પહેલા નથી જોયો.

[quads id=1]

Related Articles

Back to top button