હાર્દિક પંડ્યાનો પુત્ર સાથે પૂલમાં મસ્તી કરતો વીડિયો થયો વાયરલ
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સમયે ફિટનેસ સમસ્યાના કારણે ભારતીય ટીમથી બહાર છે અને પોતાની પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે. હાર્દિક પંડ્યા છેલ્લા વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ રાષ્ટ્રીય ટીમથી બહાર છે, જ્યાં ટીમ ગ્રુપ સત્રમાંથી જ બહાર થઈ ગઈ હતી.
28 વર્ષના ઓલરાઉન્ડરે ત્યારથી સંપૂર્ણ ફિટનેસ મેળવીને મેદાનમાં પરત ફરવાનો સંકલ્પ કર્યો છે અને તે એવા સ્તરે પહોંચી ચુક્યા છે કે તેમને બોલિંગનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. હાર્દિક પંડ્યાએ પોતાની ફિટનેસ પર કામ કરવા માટે રણજી ટ્રોફીમાં ભાગ લીધો નથી.
View this post on Instagram
આ દરમિયાન હાર્દિક પંડ્યાએ મેદાનની બહાર પોતાના જીવનની કેટલીક ખુશીની પળોની ઝલક સતત સોશિયલ મીડિયા પર વાયરલ કરતા રહે છે. એવામાં હાર્દિક પંડ્યા દ્વારા એક ઇન્સ્ટાગ્રામ રીલ શેર કરવામાં આવી છે, જેમાં તે તેના પુત્ર અગસ્ત્ય સાથે પૂલમાં મસ્તી કરતો દેખાઈ રહ્યો છે. આ સિવાય કેપ્શનમાં જણાવ્યું છે કે, ‘કૂલેસ્ટ વોટર બેબી.’
એવામાં હાર્દિક પંડ્યા અત્યારે છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર છે પરંતુ આઈપીએલની ગુજરાતની ટીમમાં તેને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આઈપીએલની ગુજરાત ટાઇટન્સના તે કેપ્ટન છે અને આ વખતે તે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની જગ્યાએ ગુજરાત ટાઇટન્સ ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે.