ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022 ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામ-સામે ટકરાઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટથી હરાઈ દીધું હતું. તેમ છતાં આ મેચ દરમિયાનનો ડ્વેન બ્રાવોનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં CSK ના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ પોતાના સેલિબ્રેશનથી દિલ જીતી લીધા હતા. દરેક વ્યક્તિ જાણે છે કે, ડ્વેન બ્રાવો ડીજે છે અને તે ગાવાનું અને ડાન્સ કરવાનું પસંદ છે. એવો જ કંઇક ચેમ્પિયન વાળો નવો અંદાજ ડ્વેન બ્રાવોથી આઈપીએલના નવી સીઝનમાં જોવા મળ્યો છે.
વાસ્તવમાં, IPL 2022 ની પ્રથમ મેચમાં KKR સામે ડ્વેન બ્રાવોએ જેવી જ વેંકટેશ અય્યરની વિકેટ લીધી તો તે એક અલગ પ્રકારની ઉજવણી કરવા લાગ્યો હતો. ડ્વેન બ્રાવો અગાઉ પણ ખાસ સેલિબ્રેશન માટે જાણીતો હતો, પરંતુ તે પહેલા ચેમ્પિયન-ચેમ્પિયન સેલિબ્રેશન કરવાનું પસંદ કરતો હતો, પરંતુ આ વખતે તેણે આંગળી બતાવીને બેટ્સમેનને ચીડવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની સ્ટાઈલ કોઈને પણ ખરાબ લાગશે નહીં.
ડ્વેન બ્રાવોની આ ઉજવણી IPL ના જ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. એવામાં આ સેલિબ્રેશન ડ્વેન બ્રાવોની નવી સિઝનનું નવું સેલિબ્રેશન છે જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યું છે. જેને માત્ર તેને જ નહીં પરંતુ ક્રિકેટના કરોડો ચાહકો પણ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારી રહી ન હતી, કારણ કે ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 131 રન બનાવી શકી હતી. જયારે આ ટાર્ગેટ કેકેઆરે છ વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…