Vi MiFi : પોસ્ટપેડ ગ્રાહકો માટે લોન્ચ કર્યું 4G રાઉટર, કોઈપણ ક્ષેત્રમાં મળશે સુપરફાસ્ટ ઇન્ટરનેટ
Vodafone Idea દ્વારા તેના પોસ્ટપેડ ગ્રાહકો માટે Vi MiFi પોર્ટેબલ 4G રાઉટર લોન્ચ કરવામાં આવ્યું છે. Vi MiFi ને લઈને દાવો કરવામાં આવ્યો છે કે, તેના દ્વારા 150 Mbps સુધીની સ્પીડ મળશે. આ પોર્ટેબલ રાઉટરની મદદથી યુઝર્સ એકસાથે 10 ડિવાઈસને કનેક્ટ કરીને વાઈ-ફાઈનો ઉપયોગ કરી શકશે. વોડાફોન આઈડિયાનું કહેવું છે કે, આ રાઉટર ટીવીથી સ્માર્ટ ડિવાઈસ સાથે કનેક્ટ થઈ શકશે. જ્યારે આ પ્રકારનું રાઉટર Airtel અને Jio પાસે પણ છે.
Vi MiFi કિંમત અને વિશિષ્ટતાઓ
Vi MiFi ની કિંમત 2,000 રૂપિયા રાખવામાં આવી છે અને તેને Vodafone ના પોસ્ટપેડ પ્લાન્સની સાથે ખરીદી શકશે. તેને તેમ છતાં દેશના 60 શહેરોના ગ્રાહકો માટે 399 રૂપિયા વાળા શરૂઆતી પોસ્ટપેડ પ્લાનની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, જિયો JioFi JMR540 રાઉટરની કિંમત રૂપિયા 1,999 છે, જે ઘણા પોસ્ટપેડ પ્લાનની સાથે રિફંડ આપવાની શરતો સાથે મળે છે.
ફીચર્સની વાત કરવામાં આવે તો તેની ડિઝાઇન પોકેટ ફ્રેન્ડલી છે. તેની મહત્તમ સ્પીડ 150Mbps છે. યુઝર્સ આ રાઉટરથી લેપટોપ, સ્માર્ટ ટીવી અને IoT ડિવાઇઝને કનેક્ટ કરી શકશે. તેમાં 2700mAh બેટરી છે જે પાંચ કલાકના બેકઅપનો દાવો કરવામાં આવ્યો છે. તેની સાથે 1 વર્ષની વોરંટી પણ મળી રહી છે.