કાજલબેન મહેરિયા અને ગીતા રબારીએ સેનાના વીર જવાનોને બાંધી રાખડી અને ભાઈઓ ના કાંડા ખાલી ન રાખયા
રક્ષાબંધનનો તહેવાર હાલ માં હજી ગયો છે. જયારે ઘણી બહેનો તેમના ભાઈ ની રક્ષા કરવા માટે પ્રાથના કરતી હોય છે. એવામાં આ વર્ષે આપણાં દેશની રક્ષા કરનાર સેનાના વીર ભાઈઓને ઘણી બહેનો રાખડી બાંધવા ત્યાં પહોચી હતી.
આ વર્ષે આપણાં ગુજરાતનાં ગાયક કલાકાર કાજલબેન મહેરિયા અને ગીતાબેન રબારીએ સરહદ પર જઈને દેશની સેવા કરતાં વીર જવાનોને રાખડી બાંધી હતી. તેઓએ ત્યાં જઈને જવાનોને તિલક કર્યું અને પછી તેમની આરતી ઉતારીને તેમણે રાખડી બાંધી. બંને કલાકાર બહેનો અલગ-અલગ સ્થળ પર ફરજ નિભાવી રહેલા સેનાંના જવાનોને રાખડી બાંધવા માટે ગયા હતા.
રાખડી બાંધીને બધા ભાઈઓને આશીર્વાદ પણ આપ્યા. ગીતાબેનને કોઈ ભાઈ નથી એટલેજ તે પોતાના માતા પિતા માટે દીકરો બની ગયા છે. હાલમાં આ ગાયિકાઓ સિવાય કેટલીક બહેનેઓ સેનાના વીર જવાનોને રાખડી બાંધી છે. આ જોઈને સેનાના જવાનો પણ ખૂબ ખુશ થયા છે. તેમના હાથમાં રાખડી બાંધી ને આ બહેનો એ તેમના ખાલી કાંડા ભર્યા છે.