વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં પ્રેમી-પંખીડાના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયાના નાનકડા ટીંબી ગામના યુવક દ્વારા પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવા ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરી બંનેએ જીવનનો કરૂણ અંત લાવી દીધો હતો. ત્યારે બનાવની જાણ થતાં જ પરિવારજનો, ફાયરબ્રિગેડ તેમજ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બંનેના આપઘાતના કારણે ગામમાં શોકનો માહોલ થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિભા ગોહિલ નામની યુવતી અને જયદીપ ગોહિલ નામનો યુવક એકબીજાના પ્રેમમાં ગળાડૂબ રહેલ હતા. પરંતુ પરિવાર અને સમાજ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તેના કારણે બંને ઘરેથી ભાગી જવાનું નક્કી કરી લીધું હતું.
ત્યારબાદ બંનેએ બાઈક પર ચાલી નીકળ્યા હતા અને તેની સાથે આધારકાર્ડ, નવાં કપડા, મંગળસૂત્ર, સિંદુર લઈને પ્રેમીએ પ્રેમિકાની માગ ભરી હતી અને બાદમાં મંગળસૂત્ર પહેરાવી લગ્ન પણ કર્યા હતા. આપઘાત અગાઉ આ બંનેએ મોબાઈલમાં સેલ્ફી પણ લીધેલી હતી, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. થોડા દિવસો સુધી પરત ન ફરતા જયદીપના પરિવારે પોલીસમાં પુત્ર ગુમ થયા અંગે જાણ કરી દીધી હતી.
તેમ છતાં તપાસ દરમિયાન પર્સ, બંનેના મોબાઈલ, કપડાંની થેલી અને બાઈક મળી આવતા પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત કર્યો હોવાની પરિવારને જાણકારી આપી દીધી હતી. આ બનાવની જાણ થતાં જ બંનેના પરિવાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રેમી-પંખીડાંના આ દુનિયાને અલવિદા કહેતાં પુત્ર અને પુત્રીના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…