ઉર્ફી જાવેદ અવારનવાર પોતાનું નવું લુક્સ ચાહકોની સાથે શેર કરતી રહે છે. હવે તેને સાડી પહેરીને પોતાનો વીડિયો શેર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, ઉર્ફીએ જસ્ટિન બીબર ‘સોરી’ ગીતને રસપ્રદ ટ્વિસ્ટ આપ્યો છે. આ ગીત સાડી ઉપર ફરમાવવામાં આવ્યું છે. ઉર્ફીએ સાડીમાં બ્લાઉઝ પહેર્યો નથી. તેની સાથે નાથ પણ પહેરી રાખી છે. આ વીડિયો પર તેને મિશ્ર રિએકશન મળી રહ્યા છે. તેનો આ વીડિયો 5 લાખથી વધુ લોકોએ જોઈ ચુક્યા છે.
ઉર્ફી જાવેદ છેલ્લી વખત બિગ બોસ ઓટીટી શોમાં જોવા મળી હતી. ત્યાર બાદથી તે ચર્ચા બની રહે છે. તેનો લેટેસ્ટ વીડિયો છે જેમાં તે સાડી પહેરીને ડાન્સ કરી રહી છે. ઉર્ફીએ સુંદર સફેદ-વાદળી સાડી પહેરી છે. ઉર્ફી જસ્ટિન બીબરના સોરી ગીત પર લિપસિંક કરતી પણ જોવા રહી છે, જેનાથી એવું લાગે છે કે, આ ગીત સાડી પર છે. જ્યારે ઉર્ફીના કેટલાક ફોલોઅર્સ તેના વખાણ કરી રહ્યા છે, તો ઘણા લોકો હંમેશની જેમ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટી શોમાં તે કપડાની સાથે ઘણી રીતના પ્રયોગો કરતી જોવા મળી હતી. ક્યારેક મોજા તો ક્યારેક પોલીથીનના કપડા પહેરવાથી તે પહેલાથી ચર્ચામાં રહેલી છે. ત્યાર બાદ એરપોર્ટ પર ક્રોપ જેકેટ પહેરવાના કારણે તે ઘણી ટ્રોલ થઈ હતી. તેમ છતાં ઉર્ફી જાવેદને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.2 મિલિયન ફોલોઅર્સ રહેલા છે. તે નિયમિતપણે તેના પર રિલ્સ અને ફોટોસ પોસ્ટ કરતી રહે છે.