Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Editorialગુજરાતજાણવા જેવુંજ્યોતિષધાર્મિક

સવારે જાગીને ઘરના ઉંબરા પર કરો આ કામ, દોડીને આવશે સફળતા અને લક્ષ્મી..

ભારતીય ઘરોમાં ઉંબરનું વધુ મહત્વ છે. ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે તહેવારોમાં ઉંબરોપૂજન થાય છે. આ આપણા ઘરનું રક્ષણ કરે છે. માનવીનું મન અતિ ચંચળ હોય છે અને એ આપણે સૌ જાણીયે છીએ તે ક્યારે કઈ સમસ્યામાં ફસાઈ જાય તે કહી ના શકાય.

આપણા ઘરનો ઉંબરો એ ઘરનું માન-સન્માન તથા સુખ-સમૃદ્ધિ નું પ્રતીક છે. પહેલાના જમાના માં સ્ત્રીઓ નિત્ય પરોઢે ઘરના ઉંબરાનું પૂજન કરતી હતી. પરંતુ  હાલ આ પ્રથા સમય જતાં જોવા નથી મળતી ભાગ્યેજ પ્રસંગ હોય ત્યારે તેનું પૂજન થાય છે.

કોઈપણ સ્ત્રી જયારે પણ ઘર ની બહાર પગ મૂકે છે ત્યારે ઘરનો ઉંબરો તેના અંતરમનમાં હલચલ મચાવે છે અને કહે છે કે, તું આ ઉંબરો ભલે પાર કરે છે પરંતુ, તું તારી મર્યાદાને ક્યારેય પણ ન ઓળંગતી. આવેશમાં આવી ને ઘર ની ઈજ્જત ને ક્યારેય પણ કલંકિત ન કરીશ.

આમ આપણા ઘરનો ઉંબરો એ આપણા ઘરમાં એક વડીલની ગરજ સારે છે તથા લોકો ને ગેરમાર્ગે જતા અટકાવે છે.શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઉંબરો માનવીના કૃત્યોની નોંધ લે છે. તે ઘરની બહાર જતાં વ્યક્તિને ક્યાં જાવ છો તેની પૂછપરછ કરે છે, અને ઘરમાં દાખલ થતાં પુરૂષની શુધ્ધતા અને ઘર બહારના આચરણની ખબર લે છે.

મનુષ્યજીવન માં બુદ્ધિ પણ ઉંમરા સમાન કાર્ય કરે છે. આપણા ઘર નો ઉંબરો એ ઘરમાં પ્રવેશતા તમામ વ્યક્તિ ના મનમાં ચાલી રહેલા વિચારોને પણ તપાસે છે. આ ઉપરાંત ઘર માં જયારે પણ પુરુષ નાણાં કમાવીને લાવે છે ત્યારે આ ઉંબરો ફરી વિચારે છે , આ ઘર માં જે નાણાં આવ્યા છે તે નીતિ થી કમાયેલા છે કે અનીતિથી.

ઘરની ઈજ્જત આબરૂ એ આપણો ઉંબરો જ છે. કોઈ માંગવા વાળો કે લેણદારા ઉંબરે આવીને ઉભો રહે ત્યારે ઘરની આબરૂનો પ્રશ્ર્ન કહેવાતો તેથી ઘરનો ઉંબરો આપણા વડીલ તરીકે ગણાય છે. અવળે રસ્તે જતાં જ લોકોને પણ આ ઘરનો ઉંબરો રોકે અને આપણને અનિષ્ટ તત્ત્વોથી બચાવે છે.સ્ત્રીઓ નિયમિત તેનું પૂજન કરીને ભગવાનને પ્રાર્થના કરતી કે મારા ઉંબરે સજ્જન માણસ, દિવ્ય સંતો કે જે કોઈ આવે તે ઘરમાં ખુશીથી પ્રવેશ કરે.

જીવન અને સ્ત્રીની મર્યાદા, વાણી-વર્તન-માનવીની વૃત્તિનું નિર્માણ કરતો ઉંબરો ઘરનું તે અભિન્ન અંગ ગણાય છે. મનુષ્ય એક સામાજીક પ્રાણી છે. સમય પ્રમાણે કેવી રીતે વર્તન કરવું, વ્યકિત-વ્યકિતનાં વહેવારો-ભલાઈ સાથે નિતિનિયમોનું પાલન એટલે આપણા ઘરનો ઉંબરો જ.

ટુંકમાં આપણા ઘરનો ઉંબરો આપણને ગુસ્સો-ઈર્ષા-રાગ-દ્વેષ જેવા વિકારોને દુર કરીને માનવીને નિયંત્રણમાં રાખે છે.સુખી જીવનની ચાવી આપે છે. તેથી આપણાં ઉંબરાનું નિયમિત પૂજન  કરવું જરૂરી છે.પરંતુ કાળા-માથાનો માનવી  દિવાળીએ વર્ષમાં એકવાર-લાભ-શુભ-સાથીયા-વેલકમ, રંગોળી જેવા સુશોભન કરીને બાકીનું આખુ વર્ષ તેના પરથી ચાલીને ગૃહ પ્રવેશ કરે છે.

ઉંબરાને લક્ષ્મણની  લક્ષ્મણ રેખા સાથે પણ સરખાવ્યો છે.  જેવી રીતે સીતાજીને પણ લક્ષ્મણજીએ ચેતવણી આપી હતી, તેવી જ રીતે ઘરમાં રહેલો ઉંમરો એ આજની સ્ત્રીને ચેતવણી આપે છે કે જો કોઈ અનિષ્ટ માણસો અવાજ આપે તો તેને જવાબ ઉંબરાની અંદર રહીને જ આપી દેવો જોઈએ, તે બોલાવે તો પણ ક્યારેય બહાર ના જવું.

ઘરમાં આવતી દરેક વ્યક્તિની ખરાબ દૃષ્ટિથી ઉંબરો બચાવે છે, તેથી જ દરરોજ સવારે ઊઠીને ઉંબરાને  સાથિયો અને કંકુ-ચોખાથી પૂજા કરવી જોઇએ. સાચે જ તે ઘરનો મૂંગો ચોકીદાર છે.  ઘરની આબરૂ અને વૈભવનો રક્ષણહાર ઉંબરો છે.

ઉંબરાનું ઉલ્લંઘન કરવું એ પાપ કહેવાય. ઉંબરો ઓળંગીને ઘરના સભ્ય બહાર જાય તો એમ સમજવું કે ઇજ્જત ગઈ  જો તેવું કામ કરતાં હોય તો તેમણે ચેતી જવું જોઇએ, કેમ કે ઘરની ઇજ્જત અને સંસ્કાર લજવાય તેવું કામ ન કરવું જોઈએ.

ઘરનો ઉંબરો આપણને અનિષ્ટ તત્ત્વોથી બચાવે છે.સ્ત્રીઓ નિયમિત તેનું પૂજન કરીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ  કે મારા ઉંબરે સજ્જન માણસ, દિવ્ય સંતો કે જે કોઈ આવે તે પ્હસતાં મોઢે  મારા ઘરમાં પ્રવેશ કરે. આપણી સંસ્કૃતિ અનુસાર આપણે સમયસર  ઉંબરનું  પૂજન કરતાં રહેવું જોઈએ કારણ કે તેનાથી ઘરમાં શાંતિ અને બરકત જળવાય રહે છે.

[quads id=1]

Related Articles

Back to top button