Ukraine Russia War: રશિયાની ચેતવણી, વિદેશ મંત્રીએ કહ્યું- ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો થશે પરમાણુ હુમલો
Ukraine Russia War: રશિયાની ચેતવણી, વિદેશ મંત્રીએ કહ્યું- ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો થશે પરમાણુ હુમલો
Ukraine Russia War: યુક્રેન પર રશિયાના હુમલાનો આજે સાતમો દિવસ છે. રશિયાના હુમલામાં યુક્રેનને ઘણું નુકસાન થયું છે. રાજધાની કિવમાં રશિયાના હવાઈ હુમલામાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. રશિયા પણ સતત મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રીએ પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે.
વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તે પરમાણુ યુદ્ધ હશે. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે આ ખૂબ જ વિનાશક યુદ્ધ હશે. લવરોવે કહ્યું છે કે જો કિવ પરમાણુ હથિયાર મેળવે તો રશિયાને “વાસ્તવિક ખતરા”નો સામનો કરવો પડશે.
યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર રશિયા
ક્રેમલિને કહ્યું કે રશિયન અધિકારીઓ યુક્રેન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર છે, પરંતુ યુક્રેનના અધિકારીઓ વાતચીત માટે આવશે કે કેમ તે સ્પષ્ટ નથી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે મંત્રણા અંગે વિરોધાભાસી માહિતી છે. આ પહેલા બેલારુસ બોર્ડર પર બંને દેશોની બેઠક નિરર્થક રહી હતી.
બોમ્બમારો બંધ કરે રશિયા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે કહ્યું કે રશિયાએ મંત્રણા પહેલા યુક્રેનિયન શહેરો પર બોમ્બમારો બંધ કરવો જોઈએ.
રશિયાના 6 હજાર સૈનિકોને મારવાનો દાવો
બીજી તરફ યુક્રેને યુદ્ધના 6 દિવસમાં 6,000 રશિયન સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે યુદ્ધના 6 દિવસમાં લગભગ 6000 રશિયનો માર્યા ગયા છે. રશિયાએ કીવ પર આક્રમણ વધુ ઘાતક બનાવતા ટીવી ટાવર પર હુમલો કર્યો હતો. પરિણામે કેટલીક મિનિટો માટે યુક્રેનની ટીવી ચેનલોનું પ્રસારણ બંધ થઈ ગયું હતું.
Russian troops fired on the TV tower, near the Memorial complex #BabynYar.
Russian criminals do not stop at anything in their barbarism. Russia = barbarian. pic.twitter.com/MMJ6wSfpsS
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 1, 2022
અમેરિકા અને અન્ય દેશો રશિયા પર હજુ વધુ કડક પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યા છે. ફ્રાન્સના નાણામંત્રી બ્રુનો લે માયરે કહ્યું કે અમે રશિયાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દઈશું, જયારે આ વખતે અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા સામેના તેમના પ્રતિબંધોના ક્રમમાં આધુનિક ટેક્નોલોજી સુધી તેમની પહોંચને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.