મનોરંજન

એક નાનકડી સોય ના ડર ને લીધે પાડવા લાગો મમ્મી મમ્મી ની ચીસો, જોઈ લ્યો આ રમૂજી વિડીયો

ભારત દેશ માં કોરોન નો કેર સતત વધી રહ્યો છે અને દરરોજ ત્રણ લાખ કરતાં વધુના કેસ સામે આવી રહ્યા છે.  લોકોના મૃત્યુ નો આકડો પણ કોરોના ની પેલી લહેર કરતાં વધારે છે. ટુંક માં કહીએ તો હાલત ખૂબ ખરાબ છે. બીજી બાજુ લોકો ને કોરોના મુક્ત કરવા માટે રસીકરણ પુરજોશ માં શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે 45 વર્ષ પછી 18 વર્ષની ઉંમરના લોકો રસી મુકાવી રહ્યા છે. રસી મુકાવતા સમયે ઘણા લોકો ને ઇન્જેકશન ની સોય નો ડર લાગે છે અને બચવા માટે આજીજી કરવા માંડે છે.

લોકો રસી મૂકવા જે ત્યારે ફોટા ક્લિક કરે છે અને અમુક લોકો ના તો વિડીયો પણ વાયરલ થાય છે. આ વિડીયો માં એક યુવતી પોતે રસી મુકાવવા માટે ગઈ ત્યારે એટલા બધા નાટક કર્યા કે ડૉક્સ્ટર પણ ગરમ થઈ હતા. જયારે આ યુવતી રસી મુકાવતી હતી ત્યારે નાના બાળકો ની જેમ મમ્મી મમ્મીની ચિસો પાડવા લાગી હતી. આટલું જ નહીં પરંતુ તે ત્યાંથી છટકવાની કોશિશ કરી રહી હતી. આ બહેન નો વિડિઓ અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

તમે નીચે  વીડિયોમાં જોશો કે એ બહેન રસી મુકાવવા માટે ખુરસી પર બેઠેલી જોવા મળે છે. ત્યારે ડોક્ટર જલ્દીથી હાથમાં રસી માટે નું ઇન્જેક્શન લઈને તેની નજીક આવે છે. આ સમયે સોય થી ગભરાયેલી યુવતી ડોક્ટરને એક મિનિટ માટે થોભવાનું કહે છે. આ ગભરાયેલી યુવતીને નર્સ પકડી રહી છે. ત્યારબાદ તે મમ્મી- મમ્મીની ચીસો પાડવા લાગે છે.

ગુસ્સે થઈ ને ડોક્ટર તે યુવતીને ચાલ્યા જવા માટે કહે છે. પરંતુ યુવતી ડોકટરને રસી આપવા માટે કહે છે. ડોક્ટર જલ્દી ઇન્જેક્શન આપવા આવે છે  ‘હું મમ્મી મમ્મી તો બોલી શકુને!!’ ત્યારે યુવતીને ડોક્ટર કહે છે કે “તમે કાંઈ ના બોલો ” અને શાંતિથી બેસો. ત્યાર પછી પણ યુવતી ચીસો પાડતા ડોક્ટર ગરમ થઈ ગયા અને “દફા હો જાઓ” એવું કહે છે. ટ્વિટર પર આ વિડિઓ લોજીકલ થીંકર નામના યુઝર દ્વારા 3 મેના ના રોજ  ટ્વિટ કરવામાં આવ્યો છે. અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button