દેશ

લિવ-ઈનમાં રહેનાર મહિલાનું દર્દનાક મોત, એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડી, હાથ બાંધેલા હતા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કનીમાંથી પડી જતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘટનાને જોતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એપાર્ટમેન્ટના લોકોએ સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં એક આરોપી મહિલાનો પતિ હોવાનું પણ કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા અહીં એક વ્યક્તિ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી.

માહિતી મળતા જ એસએસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. એપાર્ટમેન્ટના લોકો દ્વારા ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલાના હાથ બાંધેલા હતા.

લોકોએ પોલીસને જણાવ્યું છે કે, આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે તેણે મહિલાને પડી રહેલી જોઈ હતી. ત્યાર બાદ તે લોકો નીચે પહોંચ્યા, જ્યાં મહિલા લોહીથી લથબથ પડી હતી. ત્યાર બાદ લોકોએ તરત જ પોલીસને જાણ કરી દીધી હતી.

ઘટના નાગલા મેવાતી પોલીસ સ્ટેશન તાજગંજના શ્રી એપાર્ટમેન્ટની છે. મહિલાની ઉંમર અંદાજે 30 વર્ષની છે. તેણીની ઓળખ રિતિકા સિંહ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું છે કે, તે ફિરોઝાબાદના વિપુલ અગ્રવાલ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી.
મહિલાનો તેના પતિ આકાશ ગૌતમ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. જણાવવામાં આવ્યું છે કે, આજે આકાશ તેના બે પરિચિતો અને પરિવારની બે મહિલાઓ સાથે ફ્લેટમાં આવ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આરોપ છે કે પતિએ રીતિકાને નીચે ફેંકી દીધી હતી. રીતિકાના હાથ બંધાયેલા હતા. પોલીસે પતિ અને બે લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

[quads id=1]

Related Articles

Back to top button