બોલીવુડ અભિનેતા જોન અબ્રાહમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘હું મોટા પડદાનો હીરો છું અને હું ત્યાં જ રહેવા માંગુ છું. તાજેતરમાં તેમના દ્વારા આપવામાં આવેલ એક ઈન્ટરવ્યું દરમિયાન અભિનેતાથી તેમના ઓટીટી ડેબ્યુ વિશે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે, તે ક્યારેય ઓટીટી પ્લેટફોર્મ માટે કામ કરશે નહીં.
તેમણે કહ્યું, “હું મોટા પડદાનો હીરો છું અને અહીં જ હું મારી જાતને જોવા માંગુ છું. આ સમયે, હું એવી ફિલ્મો કરવા માંગુ છું, જે મોટા પડદા પર રિલીઝ થાય. મને દુઃખ થશે જો કોઈ મારી ફિલ્મ અધવચ્ચે બંધ કરી કેમકે તેમને વોશરૂમ જવાનું હતું. તેની સાથે હું રૂ. 299 કે રૂ. 499 માં ઉપલબ્ધ થવા માંગતો નથી. મને તેનાથી સમસ્યા છે”.
જ્યારે અભિનેતાથી પૂછવામાં આવ્યું કે, શું તેમને OTT સાથે કોઈ સમસ્યા છે?, અભિનેતાએ કહ્યું કે, “એક નિર્માતા તરીકે, મને OTT સ્પેસ ગમે છે. હું OTT પ્રેક્ષકો માટે પણ ફિલ્મો બનાવી રહ્યો છું, પરંતુ એક અભિનેતા તરીકે હું ક્યારેય OTT માટે કામ કરીશ નહીં. હું ખૂબ જ સ્પષ્ટ છું કે, હું મોટા પડદા પર આવવા માંગુ છું.”
તમને જણાવી દઈએ કે, જ્હોન અબ્રાહમ માત્ર એક એક્ટર જ નહીં પરંતુ પ્રોડ્યુસર પણ છે, તેણે સ્વીકાર્યું કે તે OTT માટે ફિલ્મો બનાવશે, પરંતુ જ્યારે તેની વાત આવે છે ત્યારે તે મોટા પડદા પર ચમકવા માંગે છે. જોન અબ્રાહમ સેલ્ફ મેડ સ્ટાર છે. અભિનેતાનો ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર નથી, પરંતુ આજે તે ઘણા ઉભરતા કલાકારોના ગોડફાધર બની ગયા છે. જ્હોને આયુષ્માન ખુરાનાને વિકી ડોનરમાં અભિનેતા તરીકે પહેલો બ્રેક આપ્યો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…