દેશમાં સતત ક્રાઈમમાં વધારો થઈ રહ્યો છે. સતત ક્રાઈમની ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે ગુનેગારોને પોલીસનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. એવામાં ફરીદાબાદથી એવી જ એક ઘટના સામે આવી છે. ફરીદાબાદમાં એક યુવતીને નશીલી દવા પીવડાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, યુવક દ્વારા પાણીમાં નશીલો પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી પિયુષે યુવતીને ઈન્ટરવ્યુના બહાને હોટલમાં બોલાવી હતી. પીડિતાની ફરિયાદના આધારે NIT મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની શોધ કરવામાં આવી રહી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે, તેણે સેક્ટર-15 માં રહેતા પીયૂષ પાસે નોકરી માટે અરજી કરી હતી. 16 જૂને પિયુષે સેક્ટર-21 સી સ્થિત પાર્ક પ્લાઝા હોટલમાં ઈન્ટરવ્યુ માટે બોલાવ્યો હતો. આરોપી તેને એક રૂમમાં લઈ ગયો હતો. તેની સાથે જણાવ્યું કે ઈન્ટરવ્યું માટે રૂમ પણ બુક કરાવીને આરોપીએ ઈન્ટરવ્યું લીધું હતું.
આ દરમિયાન આરોપીએ તેને પીવા માટે પાણી આપ્યું, જેમાં કોઈ નસીલા પદાર્થનું મિશ્રણ કર્યું હતું. તેના લીધે હું બેભાન થઈ ગઈ હતી. પીડિતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું ત્યારે તે બેભાન હતી. જ્યારે ભાનમાં આવવા પર વિરોધ કર્યો તો આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. પીડિતાએ માતાને સંપૂર્ણ માહિતી જણાવી હતી. NIT પોલીસ સ્ટેશન આરોપીઓની શોધમાં સંબંધિત સ્થળોએ દરોડા પાડી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…