સ્વાસ્થ્ય

ત્રણ વેક્સીનને મળીને દેશમાં પહેલીવાર થશે અભ્યાસ, ભારત બાયોટેક કંપનીએ માંગી અનુમતિ

ત્રણ વેક્સીનને મળીને દેશમાં પહેલીવાર થશે અભ્યાસ, ભારત બાયોટેક કંપનીએ માંગી અનુમતિ

Corona Vaccine: દેશ ટૂંક સમયમાં ત્રણ રસીને મળીને પહેલીવાર ક્લિનિકલ અભ્યાસ શરૂ થઇ શકે છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની તરફથી અભ્યાસ શરૂ કરવા માટે પણ અનુમતિ માંગી છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસેથી મળેલી માહિતી અનુસાર, કંપનીએ કોવેક્સિન, કોવિશિલ્ડ અને નાકની રસીના એકસાથે ટ્રાયલ કરવાની યોજના બનાવી છે.

ત્રણ અલગ અલગ જૂથો પરના આ અભ્યાસમાં, એક જ વ્યક્તિને પહેલા Covaxin અને પછી Covishield નો એક એક ડોઝ આપવામાં આવશે. કોવાક્સિનને નાક તકનીક દ્વારા આપવામાં આવશે જેમાં સોયની લગાવવાની જરૂર પડતી નથી. હાલમાં જ ICMR સાથે મળીને ભારત બાયોટેક કંપનીએ નાકની રસી તૈયાર કરી છે.

આ પણ માહિતી મળી છે કે DCGI ની એક્સપર્ટ વર્કિંગ કમિટી (SEC) તરફથી આ અભ્યાસને આગામી દિવસોમાં મંજૂરી આપવામાં આવશે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કંપનીએ તેના આવેદનમાં 800 થી પણ વધુ લોકોના પરીક્ષણની માહિતી શેર કરી છે. ત્રણ અલગ અલગ ગ્રૂપોમાં થતા આ અભ્યાસ દેશના નવ હોસ્પિટલોમાં કરવામાં આવી શકે છે, જેમાં દિલ્હીમાં આવેલ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) શામેલ છે. ત્રણમાંથી એક સમૂહને નાકની રસી આપવામાં આવશે.

બીજા ગ્રુપમાં જે લોકોએ ભૂતકાળમાં Covaxin ના બંને ડોઝ પહેલાથી લીધા છે તેમને વધારાનો એટલે કે બૂસ્ટર ડોઝ મળશે, અને ત્રીજા ગ્રુપમાં Covashield ના બંને ડોઝ લઇ ચૂકેલ લોકોને Covaxin આપવામાં આવશે. આ ત્રણ ગ્રુપના પરિણામોનો અભ્યાસ કર્યા પછી, અંતિમ પરીક્ષણ બે અન્યગ્રુપો પર થશે, ત્યારબાદ મિશ્રિત માત્રાની અસર વિશે માહિતી મળી શકશે.

હકીકતમાં, કોરોના વેક્સિનના મિશ્રિત ડોઝને લઈને વૈશ્વિક સ્તરે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે સીએમસી વેલ્લોરના ડોકટરોએ આ અભ્યાસ શરૂ કરવા માટે સરકાર પાસે અનુમતિ માંગી હતી, ત્યારબાદ તે નોંધણી વગેરે પણ શરૂ થયું છે.

જો કે હજુ સુધી અભ્યાસનું તારણ સામે આવ્યું નથી. તેમાં, કોવિશિલ્ડ અને કોવાક્સિનને લઈને જ કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ ત્રણ વેક્સીનને લઈને પહેલીવાર શરૂ કરવામાં આવશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago