બોલિવૂડમનોરંજન

The Kashmir Files : હરિયાણા બાદ હવે ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘The Kashmir Files’ 11 માર્ચના રિલીઝ કરવામાં આવી છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મની વાર્તા દર્શકોના દિલને સ્પર્શી જાય તેવી છે. ફિલ્મ જોયા બાદ મોટાભાગના દર્શકો ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે. હરિયાણા સરકારે પહેલાથી જ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ટેક્સ ફ્રી કરી દીધી છે અને હવે આ ફિલ્મને પણ ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. આ જાણકારી મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળી છે. હરિયાણા સરકાર દ્વારા પહેલાથી જ આ ફિલ્મને છ મહિના માટે ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. હરિયાણા અને ગુજરાતની સાથે હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ને પણ મધ્યપ્રદેશ સરકાર દ્વારા ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, આ જાણકારી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ છે.

ધ કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકાર છે. આ સિવાય આ ફિલ્મમાં પલ્લવી જોશી, દર્શન કુમાર, ચિન્મય માંડલેકર, પુનીત ઇસ્સર, ભાષા સુમ્બલી જેવા કલાકારો પણ છે. ધ કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેરના અભિનયની બધા દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button