પાસપોર્ટને લઈને સરકારની ખાસ તૈયારી, જાણો કેવી રીતે અટકશે તમામ પ્રકારની છેતરપિંડી
પાસપોર્ટને લઈને સરકારની ખાસ તૈયારી, જાણો કેવી રીતે અટકશે તમામ પ્રકારની છેતરપિંડી
દેશમાં પાસપોર્ટ (Passport) સાથે છેતરપિંડી રોકવા માટે સરકાર ખાસ તૈયારીઓ કરી રહી છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું છે કે સરકાર અદ્યતન સુરક્ષા સુવિધાઓ સાથે ચિપ આધારિત ઈ-પાસપોર્ટ (Chip based E Passport) જાહેર કરવાની યોજના બનાવી રહી છે. તેમને રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે વિદેશ મંત્રાલય નાગરિકોને અદ્યતન સુરક્ષા સુવિધાઓ વાળા ચિપ-યુકત ઈ-પાસપોર્ટ જાહેર કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઈ-પાસપોર્ટમાં સ્માર્ટ કાર્ડ ટેક્નોલોજી છે, જેમાં એક ‘રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન’ (RFID) ચિપ લાગેલ છે.
વ્યક્તિગત વિગતો ચિપમાં ડિજિટલ તરીકે હશે
મંત્રીએ કહ્યું કે ચિપની વિશેષતાઓ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) જે સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ પ્રાપ્ત એજન્સી છે, કે માર્ગદર્શિકાને અનુરૂપ છે, જે ઈ-પાસપોર્ટ સહિત આંતરરાષ્ટ્રીય પ્રવાસ દસ્તાવેજો માટેના ધોરણોને પરિભાષિત કરે છે તેમને કહ્યું કે અરજદારો ને વ્યક્તિગત વિવરણ ચિપમાં ડિજિટલ રીતે થશે જે પાસપોર્ટ પુસ્તિકામાં શામેલ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ ચિપ સાથે છેડછાડ કરે છે, તો સિસ્ટમ તેની ઓળખ કરી લેશે, જેનાથી પાસપોર્ટનું પ્રમાણીકરણ નિષ્ફળ થઈ જશે.
વિઝા જારી કરવામાં થઇ રહ્યો છે વિલંબ
તેમણે કહ્યું કે ઈ-પાસપોર્ટ નાગરિકોને વર્તમાન પાસપોર્ટ અને સેવાઓને પર્યાપ્ત રૂપથી અપગ્રેડ કરવામાં મદદ કરશે. એક અન્ય સવાલના જવાબમાં કહ્યું હતું કે દેશમાં હાલમાં 521 પાસપોર્ટ કેન્દ્રો કાર્યરત છે, જેમાં 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો અને 428 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો શામેલ છે. તેમણે કહ્યું કે કોવિડ-19 (COVID-19) મહામારી દરમિયાન યુકે અને કેનેડા સહિતના દેશોમાં વિઝા પ્રક્રિયાનો સમય લંબાઈ ગયો છે. જ્યારે વિઝા જાહેર કરવા અને વિઝા સંબંધિત પ્રક્રિયાઓ સંબંધિત દેશોના સંપ્રભુ અને એકતરફી નિર્ણય છે, સરકાર વિવિધ સ્તર પર અને વિદેશીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો/મંચોમાં ભારતીય નાગરિકો માટે સરળ, ઝડપી અને ઉદાર વિઝા પ્રક્રિયાના મહત્વ પર ભાર આપે છે.
જો કે, હવે દેશમાં ઈ પાસપોર્ટ મળવા લાગશે અને તેમાં એક ચિપ લાગેલી રાખવામાં આવશે. ઈ-પાસપોર્ટ સેવા કેન્દ્રોને પણ હવે અપગ્રેડ થશે. અહીં નવી ટેકનિક આધારે પાસપોર્ટ સેવાઓ ઉપલબ્ધ થશે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2021થી ઈ પાસપોર્ટ જાહેર કરવાની શરૂઆત થઈ શકે છે. હાલમાં દેશમાં પ્રિન્ટેડ પાસપોર્ટ આપવામાં આવે છે. ઈ-પાસપોર્ટ સામાન્ય પાસપોર્ટનું ડિજિટલ વર્ઝન હશે. આ પાસપોર્ટમાં હાજર ચિપમાં બાયોમેટ્રિક ડેટા હશે. ઈલેક્ટ્રોનિક ચિપમાં પાસપોર્ટ ધારકના નામ અને જન્મ તારીખ સહિત અન્ય માહિતી રાખવામાં આવશે.
Issuance of E-passports will be rolled out in 2022-23 to enhance convenience for citizens: Finance Minister Nirmala Sitharaman #Budget2022 pic.twitter.com/4YIIZFc6dP
— ANI (@ANI) February 1, 2022
ઉલ્લેખીનય છે કે, આપણે દુનિયાના અન્ય દ્દેશમાં જવા માટે Passport ની જરૂર પડતી હોય છે. ત્યારે ભારતે વર્ષ 2022માં તેના પાસપોર્ટ (Indian Passport) ને વધુ મજબૂત કર્યો છે. દુનિયાના સૌથી મજબૂત પાસપોર્ટની લિસ્ટમાં ગયા વર્ષે ભારતીય પાસપોર્ટ યાદીમાં 90મા ક્રમે રહ્યો હતો, પરંતુ આ વર્ષે છ સ્થાને ચઢીને 84મા ક્રમે આવી ગયું છે.