એરલાઈન્સે મદદ ન કરી, એન્જિનિયરે ઈન્ડિગોની વેબસાઈટ હેક કરી પેસેન્જરનો નંબર કાઢી નાખ્યો અને કર્યું કંઇક આવું….

એરપોર્ટ પર સામાન ગુમ થવાના કારણે નારાજ બેંગ્લોરના એક વ્યક્તિએ એરલાઈન કંપની ઈન્ડિગોની વેબસાઈટ હેક કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, નંદન કુમાર નામના આ વ્યક્તિએ પટનાથી બેંગ્લોર માટે ઈન્ડિગોની ફ્લાઈટ લીધી હતી. તેનો સામાન બેંગ્લોર એરપોર્ટ પર અન્ય મુસાફરના સામાન સાથે બદલાઈ ગયો હતો. નંદન કુમારના કહેવામાં મુજબ, તેમને ઈન્ડિગોની કસ્ટમર કેર સર્વિસથી સંપર્ક કર્યો પરંતુ ઈન્ડિયો કસ્ટમર કેર સર્વિસે તે વ્યક્તિથી નંદન કુમારનો સંપર્ક કરાવ્યો નહીં જેની સાથે તેમનો સામાન એક્સચેન્જ થયો હતો.
નંદન કુમારના જણાવ્યા મુજબ, ઘણી વખત કસ્ટમર કેર સર્વિસનો સંપર્ક કર્યા બાદ અંતે તેમને ઈન્ડિગો કસ્ટમર કેર સેન્ટર તરફથી ખાતરી મળી કે, જેની સાથે તેમનો સામાન એક્સચેન્જ કરવામાં આવ્યો હતો તે વ્યક્તિ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવશે પરંતુ બાદમાં ઈન્ડિગોએ તેમ કર્યું નહીં. ત્યાર બાદ નંદન કુમારે મામલો પોતાના હાથમાં લઇ લીધો હતો. નંદન કુમારે કોમ્પ્યુટરનો હેકર મોડ ચાલુ કર્યો અને અંતે વેબસાઈટ પરથી પેસેન્જરનો નંબર લીધો જેની સાથે તેનો સામાન એક્સચેન્જ થયો હતો. આ સમગ્ર ઘટના નંદન કુમારે પોતે ટ્વિટર પર શેર કરી છે.
ઈન્ડિગો તરફથી પણ ટ્વિટર પર નંદન કુમારને જવાબ આપ્યો છે જેમાં ઈન્ડિગોએ નંદન કુમારને થયેલી અસુવિધા માટે માફી માંગી છે. ઈન્ડિયોએ એમ પણ કહ્યું છે કે, તેમની વેબસાઈટમાં સુરક્ષાની કોઈ ઉણપ નથી. ઈન્ડિગોના ટ્વીટ પર નંદન કુમારે તેમની મજાક ઉડાવી અને કહ્યું કે, શું તમે સંપૂર્ણ વાર્તા જાણવા માંગો છો? નંદને આગળ લખ્યું કે, આ બધાને હું તમને અંતમાં જણાવીશ કે, તમારી સિસ્ટમમાં શું ટેકનિકલ ખામી છે. આ સમગ્ર ઘટનાને લઈને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ એન્જોય કરી રહ્યા છે.