તેલંગાણામાં ભાજપના એક ભૂતપૂર્વ સ્થાનિક નેતાને મેડક જિલ્લામાં અજાણ્યા શખ્સોએ જીવતા સળગાવી દીધા હતા. તેમની ઓળખ વી શ્રીનિવાસ પ્રસાદ તરીકે થઈ છે. કારમાંથી ભાજપના નેતાનો મૃતદેહ બળેલી હાલત માં મળી આવ્યો હતો. કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે.
મેડકના એસપી ચંદના દીપ્તિએ કહ્યું કે, ‘શ્રીનિવાસને સવારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેની કાર માં અંદર બંધ કરી ને સળગાવી દીધો હતો. જ્યારે અમને ઘટનાની જાણ કરવામાં આવી ત્યારે અમારી ટીમ ઘટના સ્થળ પ પહોંચી અને અમે જોયું કે શ્રીનિવાસનો મૃતદેહ કાર ની ડીકી માં બળેલી હાલત માં હતો. આરોપીએ કાર સાથે શ્રીનિવાસને સળગાવી દીધો હતો. આ કૃત્ય કરનારની શોધખોળ ચાલુ છે.
વી શ્રીનિવાસ પ્રસાદ ભાજપના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ ઉદ્યોગપતિ હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…