તારક મહેતા શોના આ ફેમસ કલાકાર ધેર્યરાજની મદદ માટે આવ્યા આગળ અને કરી દીધી આ મસમોટી વાત….
ગુજરાત રાજ્યમાં ગયા છેલ્લા કેટલાક દિવસોથી ધેર્યરાજ સિંહની મદદ માટે 16 કરોડ એકઠા કરવામાં આવી રહ્યા છે. જેના અર્થે આજે દરેક શહેર, ગામ કે પછી રાજકીય ક્ષેત્રે, મનોરંજન ક્ષેત્રે પૈસા ઉગડવવામાં આવી રહ્યા છે, જેના થકી ધેર્યરાજને શક્ય મદદ કરી શકાય.
તમને જણાવી દઈએ કે ગોધરાના નાનકડા બાળક ધેર્યરાજને આજે દરેક જગ્યાએથી મદદ માટે વાત આવી રહી છે. તેની મદદ માટે ગુજરાત રાજ્યના લોકો તો આગળ આવ્યા જ છે પંરતુ સાથે સાથે બીજી ઘણી સંસ્થાઓ દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે અને તેઓ આર્થિક યોગદાન આપી મદદ કરી રહ્યા છે.
આ બાળકને SMA-1 નામની જટિલ બીમારી છે. જે બહુ અસાધ્ય રોગ છે. જેના લીધે તેને દૂર કરવાની દવા બહારથી મંગાવી પડી શકે છે. જેના માટે આશરે 16 કરોડ ખર્ચ આવશે. જેના લીધે લોકો આર્થિક મદદ કરીને શક્ય યોગદાન આપી રહ્યા છે. આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આવામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રખ્યાત કલાકાર બાઘા ઉર્ફે તન્મય વખારિયા પણ આગળ આવ્યા છે. તેઓએ બાળકની મદદ માટે અપીલ કરી છે. તેઓનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ બાળકની મદદ માટે અપીલ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે ઘાતક બીમારીથી લડી રહેલા 3 માસના બાળક ધેર્યરાજની મદદ કરવા વિનંતી.
ડોકટરો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ બીમારી એકદમ દુર્લભ છે. જે આશરે 10000 બાળકોમાંથી કોઈ એક બાળકમાં જોવા મળે છે. જે હાલમાં ગુજરાતના 3 માસના બાળકમાં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં તેમના માતા પિતાની સાથે સાથે ગુજરાતના લોકો પણ તેને સ્વસ્થ જોવા માંગે છે. જેના લીધે તેઓ મદદ માટે આગળ આવી રહ્યા છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બીમારી ઉંમર સાથે વધે છે. એટલે કે શરૂઆતમાં એક બે અંગ કામ કરવાનું બંધ કરી દે છે પંરતુ ધીરે ધીરે શરીરના દરેક અંગો કામ કરતા નથી અને અડગ થઇ જાય છે. આવામાં તેની સારવાર કરવી જરૂરી છે. જોકે ધેર્યરાજ માટે ગુજરાતના લોકો એક અલગ તાકાત સાથે પૈસા એકઠા કરી રહ્યા છે. આજે મોટામોટા શહેરોના રસ્તાઓ પર પણ લોકો તેના માટે પૈસા જમા કરી રહ્યા છે, જે એક ખૂબ જ સારી વાત છે.