તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન ઉપર કક્બ્જો કરી લેવામાં આવ્યો છે. જેના કારણે અફઘાનિસ્તાનના લોકો પોતાનો જીવ બચાવી અને દેશ છોડી ભાગવા માટે પણ મજબુર બની ગયા છે. દેશ છોડીને ભાગી રહેલા અફઘાનીઓ કાબુલ એરપોર્ટ ઉપર આવ્યા હતા અને ત્યાં માહોલ એવો સર્જાયો હતો કે તે જોઈને કોઈનું પણ હૃદય હચમચી જાય.
એરપોર્ટ ઉપર બસસ્ટેન્ડ જેવી ભીડ જામી હતી અને લોકો દેશ છોડવાના ચક્કરમાં પ્લેન ઉપર લટકીને પણ જવા માટે મજબુર બન્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનના લોકોની દયનિય સ્થિતિના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા.
ત્યારે હવે તાલીબાનીઓ અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ આખરે ત્યાં શું કરી રહ્યા છે તેના પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે. જે જોઈને કોઈને પણ ગુસ્સો આવી શકે છે. જેમાં એક વીડિયોની અંદર જોઈ શકાય છે કે તાલિબાનીઓ જિમની અંદર મોજ મસ્તી કરી રહ્યા છે. આ ઘટનાના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે.
તો બીજો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બાળકો માટે બનાવેલા ચિલ્ડ્રન પાર્કમાં ઘૂસીને બાળકો માટે બનાવેલા રમકડાના ઘોડા ઉપર રમતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને જોઈને પણ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે અને કહી રહ્યા છે કે બાળકોની ખુશી છીનવી આ લોકો મોજ મસ્તી કરે છે.
તો સામે આવેલા બીજા એક વીડિયોની અંદર પણ તાલિબાનીઓ કોઈ પાર્કની અંદર કાર રાઈડની મજા માણતા દેખાઈ રહ્યા છે. આ પણ તેમની એક દહેશતગર્દીનું એક મોટું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. તો અન્ય એક વીડિયોની અંદર અફઘાનિસ્તાનના પ્રધાનમંત્રી હામિદ કરઝાઈ દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છોડવામાં આવેલી દરેક વસ્તુઓનું વિવરણ બતાવવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનમાં ઘણા ભારતીયો પણ ફસાયા છે અને ભારત સરકાર દ્વારા તેમને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે ભારતીય વાયુસેનાનું એક વિમાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા 120 ભારતીય લોકોને લઈને જામનગર આવી પહોંચ્યું હતું.
આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક લોકો ગુસ્સે ભરાયા છે અને કહે છે કે શું આવા તાલિબાનીઓ દેશ ચલાવી શકશે. અફઘાનિસ્તાનથી એવા એવા વીડિયો સામે આવ્યા છે કે જોઈને હ્રદયભગ્ન થઈ જાય છે.
અફઘાનિસ્તાનમાં કાબુલથી કેટલાક લોકો ભાગી રહ્યા છે. એટલું જ નહીં પ્લેનમાં બેસવાની લ્હાયમાં બહાર લટકી જવા લાગ્યા. કેટલાક તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા અને બેથી ત્રણ લોકોના તો મોત પણ થયા.
અફઘાનીઓ બિચારા મોતના જોખમે પણ દેશ છોડવાની માથાપચ્ચી કરી રહ્યા છે ત્યાં તાલિબાનીઓ એન્જોય પાર્ક અને જિમમાં મજા લૂટી રહ્યા છે. એક એવો પણ વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ જિમમાં વર્કઆઉટ કરી રહ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…