મનોરંજન

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા શોનું શૂટિંગ અટવાયું જાણો તેની પાછળનું રહસ્ય..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે આજે ખુબજ દુખ ના સમાચાર સામે આવ્યા છે. હાલમાં થોડા સમય પૂરતું આ શો નું શૂટિંગ બંધ રાખવામાં આવ્યું છે. કારણકે આ શો ના 2 કલાકારો બીમાર પડ્યા છે. તારા મહેતા શો ના જાણીતા કલાકાર માંદાર ચંદવાડકર જે આ શો માં આત્મારામ ભીડેનો રોલ ભજવી રહ્યા છે. 

તે હાલ અચાનક બીમાર પડી ગયા છે. અને બીજી તરફ રાજ અનડક્ટ જે ટપ્પુ નો રોલ ભજવી રહ્યા છે. તેને શૂટિંગ સમય દરમિયાન અચાનક ઠંડી ચડતા તે પણ બીમાર પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. માંદારને હાલ સામાન્ય શરદી થઈ હોવાનું સામે આવ્યું છે. 

અત્યારે ગણપતિ ઉત્સવના કેટલાક શો નું શૂટિંગ શરૂ થવાનું હતું. પરંતુ આ સ્તિથિને ધ્યાનમાં રાખીને કોવિડ-19 પ્રોટોકોલને કારણે તેને ઘરે રહીને આરામ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. બીજી તરફ રાજ પણ શૂટિંગ પર પહોંચ્યો ન હતો. તેની તબિયત પણ બગડી હોવાનું બહાર આવ્યું છે. 

બે કલાકારોની તબિયત નબળી હોવાના કારણે હવે લોકપ્રિય સિરિયલનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. ટીમના એક સભ્યના જણાવ્યા અનુસાર સાવચેતી માટે આ પગલું લેવામાં આવ્યું છે. નિર્માતાઓ નથી ઇચ્છતા કે વધુ લોકો બીમાર પડે. સાથે જ માર્ગદર્શિકાનું પણ ધ્યાન રાખવાનું રહેશે.

Bhargav Nandaniya

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago