સુરત

સુરતમાં પત્નીને ખાધાખોરાકી આપવાથી બચવા માટે પતિ ઘડ્યો આ પ્લાન, જાણીને તમે પણ થઈ જશો ચકિત

સુરતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ દ્વારા પત્નીને પતાવી નાખવાનું મોટું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું હતું. સુરતમાં પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ અને ખાધાખોરાકીનો કેસ કરનારી એક યુવતી દ્વારા હવે પતિ વિરુદ્ધ પોતાને મારી નાખવાનું કાવતરું રચવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ સમયે યુવતીનો પતિ ખાધાખોરાકી ના ચૂકવવા બદલ લાજપોર જેલમાં બંધ રહેલ છે, તેવામાં હવે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં તેની સામે એક નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પત્ની દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, તેનું મર્ડર કરવા માટે પતિએ પોતાની બહેન અને એક વીમા એજન્ટ સાથે વાત કરવામાં આવી હતી, જેનું રેકોર્ડિંગ તેને તેના ફોનમાં મળ્યું છે.

જ્યારે સમગ્ર ઘટના આ પ્રકાર છે, શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેનાર યુવતી પોતાના પતિથી અલગ વસવાટ કરે છે. તેને થોડા સમય અગાઉ પતિ આનંદ ચૌધરી અને સાસરિયા વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ તેણે ખાધાખોરાકી માટે પણ ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો, જેમાં તેની તરફેણમાં ચૂકાદો પણ આવ્યો હતો.

જ્યારે બીજી તરફ, યુવતી દ્વારા તેના પતિ સાથેનું જોઈન્ટ એકાઉન્ટ હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી અને તેને બંધ કરાવવા માટે અરજી પણ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા બંનેને બેંકમાં તેમનું જોઈન્ટ અકાઉન્ટ બંધ કરાવવા મોકલવામાં આવ્યા ત્યારે પણ યુવતીનો પતિ સાથે જોરદાર ઝઘડો થયો હતો. પતિએ બેંકમાં વિડીયો ઉતારવાનું પણ ચાલુ કરતાં ઉશ્કેરાયેલી યુવતીએ તેના હાથમાંથી ફોન છીનવી લીધો હતો.

બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં યુવતીને સામાન્ય ઈજા પણ પહોંચી હતી, આ અંગે તેણે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ હતી. બીજી તરફ, યુવતીએ પોતાના હાથમાં આવી ગયેલા પતિના ફોનને ચેક કર્યો તો તેમાંથી તેને એક ફોન કોલનું ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જેને સાંભળતા જ યુવતી આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.

જયારે આ ઓડિયો રેકોર્ડિંગમાં યુવતીના પતિ દ્વારા પોતાની બહેન અને એક વીમા એજન્ટ સાથે વાત કરી રહ્યા હતા. જેમાં તેણે યુવતીનું મર્ડર કરી નાખવાની વાત પણ કરવામાં આવી હતી. તેની સાથે પતિ પોતાની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો, તેનો પુરાવો હાથ લાગતા જ યુવતીએ આ અંગે પતિ વિરુદ્ધ ગડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

તેમ છતાં કોર્ટના આદેશ મુજબ યુવતીને ખાધાખોરાકી ના આપવા બદલ કોર્ટ દ્વારા 26 મી જુલાઈએ તેના પતિને જેલભેગો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અત્યારે લાજપોર જેલમાં બંધ યુવતીના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને ગડોદરા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button