સુનીલ ગાવસ્કરે કરી ભવિષ્યવાણી, ટી-20 વર્લ્ડકપમાં આ ખેલાડી ટીમ ઇન્ડિયા માટે ‘ટ્રમ્પ કાર્ડ’ સાબિત થશે…..

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો છે. સુનીલ ગાવસ્કરે આ મેગા ટૂર્નામેન્ટ માટે એવા ખેલાડીનું નામ આપ્યું છે, જે તેમાં ટીમ ઈન્ડિયા માટે ‘ટ્રમ્પ કાર્ડ’ સાબિત થવાના છે. ભારતીય ટીમ આગામી ટી20 વર્લ્ડ કપમાં ગયા વર્ષના પ્રદર્શનને પાછળ છોડી દેવા માંગશે. ભારતીય ટીમે તાજેતરમાં IPL 2022 ના સમાપન પછી પાંચ મેચની T20I શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની યજમાની કરી, જે 2-2 થી ડ્રોમાં સમાપ્ત રહી હતી. આ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા માટે સુનીલ ગાવસ્કરે ઝડપી બોલર હર્ષલ પટેલના વખાણ કર્યા છે.
T20 સિરીઝ બાદ સુનીલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, હર્ષલ પટેલ આગામી T-20 વર્લ્ડ કપમાં ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. તેમને જણાવ્યું છે કે, “તે ટ્રમ્પ કાર્ડ્સમાંથી એક હશે કારણ કે તમારી પાસે ભુવનેશ્વર, શમી અને બુમરાહ પણ છે. એક કેપ્ટન માટે શાનદાર છે કે, તેમના જેવા કોઈ વ્યક્તિ નિર્ભય હોય. તે પાવરપ્લેમાં પણ બોલિંગ કરી શકે છે જ્યાં બોલર હવે ઝડપમાં ફેરફાર કરવા માગે છે. હા તે નિશ્વિત રૂપથી ટીમના ભાગ હોવા જોઈએ.”
સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની T-20 સીરીઝમાં ઝડપી બોલર હર્ષલ પટેલ ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ફાસ્ટ બોલરે સીરીઝમાં 7 વિકેટ લીધી હતી. ઝડપી બોલર બુમરાહની ગેરહાજરીમાં, હર્ષલ પટેલ હવે 26 અને 28 જૂને આયર્લેન્ડ સામે બે મેચની T20 સીરીઝ વાઇસ-કેપ્ટન ભુવનેશ્વર કુમાર સાથે ભારતીય પેસ આક્રમણનું નેતૃત્વ કરશે.