મારુતિએ આપ્યો મોટો ફટકો સતત ચોથી વખત કારની કિંમતમાં વધારો જુઓ કિંમતમાં કેટલો વધારો થયો

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીના ગ્રાહકોને ફરી એકવાર મોટો આંચકો લાગ્યો છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આજે તેના વાહનોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પસંદ કરેલા મોડલ્સની કિંમતમાં 1.9%નો વધારો કરવામાં આવ્યો છે.
કંપનીએ વાહનોની વધતી ઇનપુટ કિંમતને આ વધારા પાછળનું કારણ ગણાવું છે. તમને જણાવી દઈએ કે 30 ઓગસ્ટના રોજ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે સ્ટોક એક્સચેન્જોમાં ફાઈલિંગ દરમિયાન જાહેરાત કરી હતી કે 6 સપ્ટેમ્બરથી પસંદગીના મોડલના એક્સ-શોરૂમ ભાવ (દિલ્હી) 1.9 ટકા વધશે.
આ વર્ષે આ ચોથી વખત છે કે મારુતિ સુઝુકીએ તેના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. અગાઉ કંપનીએ ગયા જાન્યુઆરી મહિનામાં 1.6 ટકાનો વધારો કર્યો હતો. તે જ સમયે એપ્રિલ મહિનામાં 1.9 ટકા અને જુલાઈ મહિનામાં માત્ર CNG વાહનોની કિંમતમાં 0.4 ટકાનો વધારો થયો હતો. હવે આ ચોથી વખત છે કે મારુતિ સુઝુકી કારની કિંમત વધી રહી છે.
કંપનીના આ નિર્ણયની સીધી અસર નવી કાર ખરીદનારાઓના ખિસ્સા પર જોવા મળશે. MSIL ના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું હતું કે, “એપ્રિલ 2020 થી કોમોડિટીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉદાહરણ તરીકે, સ્ટીલના ભાવ ગયા વર્ષે 38,000 રૂપિયા પ્રતિ ટનથી વધીને આજે 65,000 રૂપિયા પ્રતિ ટન થઈ ગયા છે.
એ જ રીતે તાંબાના ભાવ પ્રતિ ટન $ 6,200 થી વધીને $ 10,200 પ્રતિ ટન અને રોડીયમ અને પેલેડિયમના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં અનેકગણો વધારો થયો છે. આ જ કારણ છે કે વાહનોની કિંમત સતત વધી રહી છે.
ખર્ચની કિંમત વધારવાની સાથે દેશનો ઓટો સેક્ટર પણ સેમિકન્ડક્ટર્સની અછતનો સામનો કરી રહ્યો છે. જેના કારણે મારુતિ સુઝુકી અને મહિન્દ્રા જેવી કંપનીઓએ પણ થોડા દિવસો માટે તેમનું ઉત્પાદન બંધ કરી દીધું છે.
સેમિકન્ડક્ટર એ આજે વાહનોમાં વપરાતો મુખ્ય ઘટક છે. જે મલેશિયા જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. મલેશિયા સૌથી મોટો ચીપ સપ્લાયર છે. પરંતુ ત્યાં લોકડાઉનને કારણે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે.