શું બહુ જલ્દી સુશાંત સિંહ રાજપૂત કેસનો થશે ખુલાસો, અંતિમ પડાવ પર પહોંચ્યો કેસ…
સુશાંત સિંહ રાજપૂતને દુનિયાને અલવિદા કહીને 7 મહિના થઈ ગયા છે. 14 જૂન 2020 એ દિવસ છે જ્યારે અભિનેતા તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતે જાતે જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે, પરંતુ તેના પરિવારે અને કરોડો લોકોએ આજ સુધી આ હકીકત સ્વીકારી નથી.
આજે પણ તેના ચાહકો તેમને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. આજે એક્ટરનો જન્મદિવસ પણ છે. જો સુશાંત આજે જીવિત હોત તો તેણે પોતાનો 35 મો જન્મદિવસ ખૂબ ધામધૂમ સાથે ઉજવ્યો હોત. આ મહત્વપૂર્ણ પ્રસંગે સુશાંતના કેસ અંગે એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે.
સુશાંતના મોત બાદ આ કેસની સતત તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ પણ આ કેસમાં સામેલ છે અને છેલ્લા સાત મહિનાથી આ કેસની તપાસ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર હવે સૂત્રોએ ખુલાસો કર્યો છે કે સીબીઆઈ તેની તપાસના છેલ્લા તબક્કે પહોંચી ગઈ છે અને જલ્દીથી સુશાંતના મોતનું અસલી કારણ જાહેર કરી શકે છે.
સીબીઆઈએ આ મામલે સુશાંતના ઘરે કામ કરતા લોકો, તેના પરિવાર, ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ડ્રાઇવરોની પૂછપરછ કરી હતી. આ સિવાય તમામના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. તેમજ સુશાંત અને તેના માનસ ચિકિત્સકની સારવાર કરનારા ડોક્ટરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે એજન્સી આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.