સૂતા પહેલા આ રીતે ખાઈલો આ જડીબુટીઃ પુરૂષ અને મહિલાઓ બંન્નેને થશે જોરદાર ફાયદો
આ જડીબુટી ખરેખર ખૂબ જ લાભકારી છે

આયુર્વેદમાં શતાવરીને જડી-બુટીઓની રાણી કહેવામાં આવે છે. આયુર્વેદિક એક્સપર્ટે જણાવ્યું કે, શતાવરીનો મતલબ સો જડો વાળી જડીબૂટી એવો થાય છે. આને મહિલાઓની એક સાચ્ચી સાથી કહેવામાં આવે છે. શતાવરી જીવનના દરેક પડાવ પર મહિલાઓના જનનાંગ અને હાર્મોનને સ્વસ્થ રાખે છે. પરંતુ આ આયુર્વેદિક જડીબુટી પુરૂષોના યૌન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
આયુર્વેદિક એક્સપર્ટે જણાવ્યું કે, પુરૂષ સીમન ક્વોલીટી અને સ્પમ કાઉન્ટ સુધારવા માટે શતાવરીનું સેવન કરી શકે છે. આ સિવાય આ પુરૂષો અને મહિલાઓના યૌન જીવનમાં રંગ ભરીને ઈનફર્ટિલિટીની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
એક્સપર્ટે જણાવ્યું કે, શતાવરીનો સ્વાદ મીઠો –કડવો જેવો હોય છે. જેની તાસીર ઠંડી હોય છે અને આ શરીરમાં વાત અને પિત્ત દોષને સંતુલિત કરે છે. આપ રોજ રાત્રે સુતા પહેલા થોડાક ગરમ કકરેલા દૂધની સાથે અડધી ચમચી શતાવરી પાવડરનું સેવન કરી શકો છો.