દિલ્હી ગોકુલપુરી વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા 7 લોકો જીવતા સળગ્યા
દિલ્હી ગોકુલપુરી વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા 7 લોકો જીવતા સળગ્યા
દેશની રાજધાની દિલ્હીથી આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યારે આગની ઘટના એટલી ભયંકર હતી કે, જેમાં સાત લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યારે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં સાત લોકો જીવતા સળગી જવાના લીધે તેમના મોત નીપજ્યા હતા. જ્યારે આ દરમિયાન 60 વધુ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયા હતા. તેની સાથે ફાયર વિભાગની 13 ગાડી ઘટનાસ્થળે આગને કાબુ મેળવવા દોડી આવી હતી. જ્યારે ભારે જહેમત બાદ ફાયરવિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
આ બાબતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, સવારના આ દુઃખદ સમાચાર સાંભળ્યા છે. હું પોતે ત્યાં જઈને પીડિત લોકોને મળીશ. જ્યારે આ બાબતમાં ફાયરબ્રિગેડના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ઘટના મોડી રાત્રીના બની હતી. તેની સાથે ગોકુલપુરીમાં આગ લાગી હોવાની જાણકારી મળતા જ તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમોને ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમ છતાં આ દરમિયાન ફાયર ટીમને સળગી ગયેલી હાલતમાં 7 મૃતદેહ મળી આવ્યા હતા.