સાઉદી અરેબિયામાં વોટ્સએપ પર રેડ હાર્ટ વાળી ઈમોજી (Red Heart Emoji) મોકલવા પર જેલ થઈ શકે છે. આ સિવાય મોકલનાર પર 20 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઇ શકે છે. આ ત્યારે જ થશે જ્યારે આ મેસેજ મેળવનાર પોલીસમાં ફરિયાદ કરશે. સાઉદીના એક સાયબર નિષ્ણાતે (Saudi Arabia Cyber Crime) ઓકાઝ અખબારને જણાવ્યું હતું કે સાઉદીના કાયદા અનુસાર, આ મોકલનારને દોષિત સાબિત થવા પર બેથી પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય મોકલનારને એક લાખ સાઉદી રિયાલ (Red Heart Emoji in Saudi Arabia)નો દંડ પણ થઈ શકે છે. ભારતીય રૂપિયામાં આ રકમ 2000000 થી પણ વધુ થાય છે.
સાઉદીમાં રેડ હાર્ટનું ઇમોજી મોકલવું એ ઉત્પીડનનો ગુનો
સાઉદી અખબારને આપેલા નિવેદનમાં, સાઉદી અરેબિયામાં છેતરપિંડી વિરોધી એસોસિએશનના સભ્ય અલ મોઆતાઝ કુતબીએ કહ્યું કે વ્હોટ્સએપ પર રેડ હાર્ટ ઇમોજી મોકલવી એ ઉત્પીડનનો ગુનો છે. તેણે કહ્યું કે જો પ્રાપ્તકર્તા ઓનલાઈન ચેટિંગ દરમિયાન ફોટા અથવા ઈમોજી સાથે કેસ દાખલ કરે છે, તો આ ઉત્પીડન ગુનાની શ્રેણીમાં આવશે. સાઉદી અરેબિયામાં આવા ગુનાઓ માટે ઝીરો ટોલરન્સની નીતિ છે.
સાઉદીમાં સખ્ત છે સોશિયલ મીડિયાના ઉપયોગ માટેના કાયદા
તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝરોને બે લોકોની વાતચીતમાં બળજબરીથી દખલ કરવા અથવા લાગણીઓને ઠેસ પહોંચાડતા ફોટાઓ અથવા ઇમોજી શેર કરવા બદલ ચેતવણી પણ આપી. તેમને એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા યુઝર્સે સામેની વ્યક્તિની લાગણી જાણ્યા વગર રેડ હાર્ટ ઇમોજી મોકલવાનું ટાળવું જોઈએ. સાઉદી અરેબિયાની એન્ટી હેરેસમેન્ટ સિસ્ટમ અનુસાર, હેરેસમેન્ટને નિવેદન, ક્રિયા અથવા હાવભાવ દ્વારા સમજી શકાય છે. જેમાં રેડ હાર્ટ ઈમોજીને સેક્સ ક્રાઈમ સાથે જોડવામાં આવી છે.
પહેલીવાર ગુનામાં થશે 20 લાખનો દંડ
તેમણે સ્પષ્ટ કહ્યું કે જો આવો મેસેજ મેળવનાર રિપોર્ટ નોંધાવે અને કોર્ટમાં ગુનો સાબિત થાય તો મોકલનાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ કિસ્સામાં, ગુનેગારને 100,000 સાઉદી રિયાલથી વધુ દંડ અથવા બે વર્ષની જેલ અથવા બંને થઈ શકે છે. જો એક જ યુઝર વારંવાર ઉલ્લંઘન કરતા પકડાય છે, તો તેને 300,000 સાઉદી રિયાલનો દંડ અથવા પાંચ વર્ષની જેલ અથવા બંને થઈ શકે છે. જો કે, સાઉદીમાં સોશિયલ મીડિયા ઉપયોગ અંગે પહેલેથી જ કડક કાયદા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…