અજબ ગજબ

એક વિદ્યાર્થીનીએ પોતાના મિત્ર માટે કરી 37 લાખની ચોરી ત્યારબાદ તેના મિત્રએ કર્યું કઈક આવું….

સોશિયલ મીડિયા પર અજાણ્યા મિત્રો ક્યારેક એટલા છેતરાઈ જાય છે કે તેઓ તેમને જીવનભર યાદ કરે છે. કેરળના તિરુવનંતપુરમથી લગભગ આ જ કેસ પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક વિદ્યાર્થીનીએ તેના સોશિયલ મીડિયાના મિત્ર માટે તેના ઘરની તિજોરી ખોલી હતી. 

ધોરણ ૧૦મા અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયા પર તેના મિત્રને લગભગ ૩૭ લાખ રૂપિયાનું સોનું આપ્યું હતું. આ મામલો પણ ખૂબ જ રસપ્રદ રીતે જાહેર થયો છે. વાસ્તવમાં આ ઘટના કેરળના તિરુવનંતપુરમમાં બની હતી. 

આ સમગ્ર મુદ્દો ત્યારે શરૂ થયો જ્યારે પલક્કડ જિલ્લાના એક છોકરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે તેની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે અને તેને પૈસાની જરૂર છે. એશિયાનેટના અહેવાલ મુજબ છોકરાનું નામ શિબીન છે. 

તેની પોસ્ટ પર તિરુવનંતપુરમના 10મા ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીની નજર પડી હતી અને તેણે છોકરાને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીંથી જ આ વિદ્યાર્થીની અને છોકરા શિબીન વચ્ચેની મિત્રતા શરૂ થઈ હતી. વિદ્યાર્થીનીએ પહેલા તેને મેસેજ કર્યો અને પછી બંને મિત્રો બન્યા. 

શિબેને ઘણીવાર કહ્યું હતું કે તે ખૂબ ગરીબ છે અને પોતાના માટે ઘણું કરવા માંગે છે. વિદ્યાર્થીનીએ તેના ઘરમાં રાખેલા ૭૫ તોલા સોનાની ચોરી કરી શિબીનને આપ્યા હતા. શિબીનને સોનું મળતાની સાથેજ તેને વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધી હતી. 

વિદ્યાર્થીનીની માતાએ ઘરમાં રાખેલા સોનાની શોધ શરૂ કરી ત્યારે આ વિદ્યાર્થીનીએ આખી વાત તેની માતાને કહી હતી. યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ જ આખો કેસ પ્રકાશમાં આવ્યો હતો. વિદ્યાર્થીનીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે એક વર્ષ પહેલા શિબીનને સોનું આપ્યું હતું. 

પરંતુ શિબેને પોલીસને જણાવ્યું હતું કે તેને ૭૫ તોલા નહીં પણ ૨૭ તોલા સોનું આપવામાં આવ્યું છે. પોલીસે હાલ આ કેસમાં શિબીન અને તેની માતાની ધરપકડ કરી છે, બંનેને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોલીસે શિબીનના ઘરમાંથી ૧૦ લાખ રૂપિયા પણ મેળવ્યા છે.

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે વિદ્યાર્થીનીને અને શિબીનના અલગ અલગ નિવેદનોની પણ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે આ મામલો ટૂંક સમયમાં પૂર્ણ થશે.

Bhargav Nandaniya

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago