તહેવારોની આ સિઝનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા સહિતની ઘણી બેંકોએ પોતાના ગ્રાહકોને હોમ લોન અને કાર લોનના દર ઘટાડીને ભેટ આપી છે. રવિવારના બેન્ક ઓફ ઇન્ડિયાએ કાર લોન અને હોમમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે, હવે BOI ના ગ્રાહકોને સસ્તી હોમ લોન અને વાહન લોન મળશે.
બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બેંકે હોમ લોન પર 35 બેસિસ પોઇન્ટ અને કાર લોન પર 50 બેસિસ પોઇન્ટની કપાત કરી છે. આ કપાત બાદ હવે BOI ના ગ્રાહકોને 6.50 % પર હોમ લોન મળશે, અગાઉ તે 6.85 % હતી. જ્યારે વાહન લોન માટેનો નવો વ્યાજ દર 7.35 % થી ઘટીને 6.85 % પહોંચી ગયો છે.
બેંક ઓફ ઇન્ડિયાના આ નવા દર 18 ઓક્ટોબર એટલે સોમવારથી લાગુ થશે. ગ્રાહકો 31 ડિસેમ્બર સુધી આ કપાતનો લાભ મેળવી શકશે. આ સિવાય હોમ લોન અને વાહન લોન પર પ્રોસેસિંગ ફી પણ બેંક દ્વારા 31 ડિસેમ્બર સુધી લેવામાં આવશે નહીં. એટલે કે સોમવારથી કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે નહીં.
બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, વાહન લોન પર પ્રારંભિક EMI 1502 રૂપિયા રહેશે. જયારે હોમ લોન પર 632 રૂપિયાનો પ્રારંભિક EMI ચૂકવવો પડશે. બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો ઘરે બેઠા આ ખાસ ઓફરનો લાભ લઇ શકે છે. હોમ લોન માટે 7669300024 અને કાર લોન માટે 766930024 પર એસએમએસ કરવો પડશે. ગ્રાહકો 8010968305 પર મિસ્ડ કોલ દ્વારા વિશેષ ઓફર પણ મેળવી શકે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…