
આપણે લોકો એ ઘણી વાર સાંભળ્યું હોય છે કે જેનું ભાગ્ય સારું તેની પાસે લક્ષ્મીજી રહે છે. પરંતુ અમુક લોકો પોતાની મહેનત થી પણ લક્ષ્મી કમાઈ લે છે. જ્યોતિષ વિધ્યા અનુસાર આપણા જીવન માં ઘણી એવી ઘટના બનતી હોય છે જે આપણે શુકન અને અપશુકન નો સંકેત આપતી હોય છે.
માણસને પોતાના સપના માં ઘણીબધી એવી વસ્તુ જોવે છે જેના દ્વારા તેની સાથે ભવિષ્ય માં શું થવાનું છે તેની ખબર પડી જાય છે. તો ચાલો જાણીએ કેવા સંકેતો થી લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન થાય.
જો તમને નીંદર માં મુકુટ દેખાય તો એ તમારા માટે ખુબજ સારો સંકેત છે. આ સંકેત દ્વારા માતા લક્ષ્મી તમને કહેવા માગે છે કે તે હંમેશા માટે તેમની સાથે રહેશે અને તેના ઘરે ક્યારેય પણ પૈસા ની અછત થવા નહીં દે. જેનું ભાગ્ય સારું તેની પાસે લક્ષ્મીજી રહે છે.
જો તમે જરૂરી કામ માટે બહાર જતાં હોય અને તમને સામે કૂતરું મળે તો તમારું કામ ખુબજ જલ્દી પૂરું થઈ જાય છે અને તમારી પ્રસંશા પણ થાય છે. જો તમે ખુબજ મુશ્કેલી ભર્યું કામ કરવા માટે જતાં હોય અને રસ્તા માં તમને કૂતરું મળે અને તે કુતરા ના મોઢા મા રોટલી કે કોય પણ ખાવા ની વસ્તુ હોય તો તે મુશ્કેલી ભર્યું કામ સફળ જાય છે .
તમને તે કામ માં બરકત પણ મળે છે. ધન ની દેવી માતા લક્ષ્મી નું વાહન ઘુવડ છે જો તમે બહાર જતાં હોય અને તમને ઘુવડ દેખાય તો તમારા માટે ખુબજ સારા સંકેત છે. સાક્ષાત ધન ની દેવી તમારા ઉપર પ્રસન્ન થવાની છે. અને ખુબજ જલ્દી તે તમારા ઉપર ધન ની વર્ષા કરશે.
લગભગ બધાજ લોકો ના ઘરના મંદિર માં શંખ રાખવા માં આવે છે. એવું માનવમાં આવે છે કે દેવી લક્ષ્મી ને શંખ નો અવાજ ખુબજ પ્રિય છે. જો તમને સવાર સવાર માં શંખ નો અવાજ સાંભડાઇ તો દેવી લક્ષ્મી તમારી ઉપર ધન ની વર્ષા કરવાના છે.
આપણા જીવન માં ઘણી એવી ઘટના બનતી હોય છે જે આપણે શુકન અને અપશુકન નો સંકેત આપતી હોય છે. જો તમે કોઈ પવિત્ર કામ કરવા માટે બહાર જતા હોય અને કોઈ સાવરણી થી ઘર સાફ કરતું દેખાય તો લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન છે.