Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

દર્દી ના નામે ઇન્જેકશન માંગવી ને તેની બારોબાર કાળાબજારી કરી દેતા એક હોસ્પિટલ નો કિસ્સો સામે આવ્યો

આવા કપરા સમય માં પણ અનેક નીચકક્ષા ના લોકો એ આફત ને અવસર માં બદલી ને અનેક વસ્તુઑ ની કાળાબજારી શરૂ કરી દીધી છે. આપણાં ગુજરાત રાજ્ય માં પણ નકલી રેમડેસિવિર ની કાળાબજારીએ તરખાટ મચાવ્યો છે. એક પછી એક કૌભાંડો ની પોલ ખૂલી રહી છે. ત્યારે હવે કાળાબજારીનું વધુ એક કૌભાંડ ખૂલ્યું છે. પોલીસે સુરતની સાંઈદીપ હોસ્પિટલમાં નકલી ગ્રાહક મોકલીને સમગ્ર ઓપરેશન ને અંજામ આપ્યો છે.

સુરત શહેર માં કોરોના માટે ખાસ ગણાતા રેમડેસિવિર ની કાળા બજારી નો મામલો સામે આવ્યો છે. આ બાબતે સાંઈદીપ હોસ્પિટલના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. સુરત ના ભેસ્તાનમા આવેલી આ હોસ્પિટલમાં ચાલતા કાળાબજારીના ગંદાખેલનો પર્દાફાશ થયો છે. સાંઈદીપ હોસ્પિટલે સિવિલ હોસ્પિટલમાંથી દર્દીના નામે ઈન્જેક્શન મંગાવ્યા હતા. પરંતુ જેના નામ પર ઇન્જેકશન મગાવાયું હતું તે દર્દી ને ઇન્જેકશન અપાયું નહીં અને હોસ્પિટલે પોતાની પાસે ઈન્જેક્શન રાખ્યું હતું.

આ હોસ્પિટલમાંથી ટોટલ 8 રેમડેસિવિર ઇન્જેક્શન પોલીસે કબજે કર્યા છે. પોલીસ દ્વારા કરાયેલ વધુ પૂછપરછ માં સામે કકયું કે 1300 રૂપિયાની કિંમતનું રેમડેસિવિર ઇન્જેક્શન હોસ્પિટલ દ્વારા 18 હજાર રૂપિયામાં વેચવામાં આવતુ હતું. આ મામલે ખટોદરા પોલીસે હોસ્પિટલમાંથી ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રો જણાવિ દઈએ કે સુરતમાંથી તાજેતરમાં જ નકલી રેમડેસિવિર બનવાનું કારખાનું પકડાયુ છે. સુરત શહેર ના ઓલપાડના પિંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસિવિર બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને નકલી રેમડેસીવીર જથ્થાનો કબ્જો લીધો હતો. મોરબીમાંથી નકલી રેમડેસિવિર ઇંજેક્શન પકડ્યા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના એક ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો.

પોલીસે ત્યાં દરોડો પાડ્યો તો, નકલી રેમડેસિવિર ઇંજેક્શન બનાવવાનું આખેઆખું કારખાનું જ મળી આવ્યું હતું. ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવતા હતા. પોલીસે મોટી માત્રામાં નકલી ઇંજેક્શનનો જથ્થો, સ્ટીકર, બોટલો, ગ્લુકોઝ પાવડરની બેગો અને કાર, મોબાઈલ, ફોન, લેપટોપ, વજન કાંટા મળી કુલ રૂપિયા 2.73 કરોડ કબ્જે લીધા હતા.

[quads id=1]

Related Articles

Back to top button