સગીરાએ લગ્ન કરવાની જીદ પકડી, બહેનના લગ્નમાં ભાગી ગઈ, એક વર્ષ બાદ આવી તો કંઇક આવો માહોલ જોવા મળ્યો…

વડોદરામાં 13 વર્ષની કન્યાએ લગ્ન કરવાની એવી જીદ પકડી કે મોટી બહેનના લગ્નના આગામી દિવસે જ ઘરેથી ભાગી જવાનું પગલું ભરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં એક કિશોરીએ ભણવા કરતા પાડોશમાં રહેનાર યુવકના પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે પરણવાની ઈચ્છા દર્શાવી હતી.
જ્યારે લગ્ન કરવા માટે સગીરા દ્વારા પરિવાર સાથે વાત કરવામાં આવી હતી, પરંતુ તેઓ તેના માટે તૈયાર થયા નહોતા. જેના કારણે તે મોટી બહેનના લગ્નના આગામી દિવસે જ ફરાર થઈ ગઈ હતી.
જ્યારે રિપોર્ટ મુજબ, કન્યાની મોટી બહેનના લગ્નની તારીખ નક્કી કરી લેવામાં આવી હતી અને પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત રહેલા હતા. જેમ-જેમ લગ્નની તારીખ નજીક આવી રહી હતી તેમ-તેમ કન્યાની લગ્ન કરવાની જીદ વધવા લાગી હતી. આ દરમિયાન જે દિવસના મોટી બહેનનના લગ્ન હતા તેના આગામી દિવસે જ સગીરા પાડોશી યુવક સાથે નાસી ગઈ હતી. તેમ છતાં પરિવાર દ્વારા તેની શોધખોળ પડતી મૂકી દેવાઈ હતી.
આ દરમિયાન લગભગ એક વર્ષ બાદ કન્યા અને પાડોશી યુવક પરત ફર્યા ત્યારે પરિવારજનોએ અભયમને જાણ કરતા ટીમ મહિલા પોલીસ સાથે આવી પહોંચી આવી હતી અને સગીરાનું કાઉન્સેલિંગ કરીને આખો મામલાને થાળે પાડવામાં આવ્યો હતો. અભયમની ટીમ દ્વારા સગીરાને સમજાવવામાં આવ્યું હતું કે, આ લગ્ન સમાજ તેમજ કાનુન સ્વીકારશે નહીં તેની સાથે કાયદાની સમજ આપતા સગીરા દ્વારા પરિવાર સાથે રહેવા માટે તૈયાર થઈ ગઈ હતી.