સમાચાર

રશિયાની ચેતવણી: જો અમારા અસ્તિત્વ પર ખતરો હશે તો અમે પરમાણુ હથીયારોનો ઉપયોગ કરીશું

રશિયાની ચેતવણી: જો અમારા અસ્તિત્વ પર ખતરો હશે તો અમે પરમાણુ હથીયારોનો ઉપયોગ કરીશું

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 28 દિવસથી ચાલી રહેલું યુદ્ધ ખતરનાક તબક્કામાં પ્રવેશી રહ્યું છે. તેને રોકવાના અત્યાર સુધીના પ્રયાસો અપૂરતા સાબિત થયા છે. ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી રશિયાને શરણાગતિ આપવા તૈયાર છે અને ન તો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધ રોકવા તૈયાર છે. હવે રશિયાએ ચેતવણી આપી છે કે, જો તેના અસ્તિત્વને ખતરો હશે તો તે પરમાણુ હથિયારોના ઉપયોગથી પાછળ નહીં હટે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ઓફિસ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે મંગળવારે સીએનએન ઇન્ટરનેશનલને જણાવ્યું છે કે, રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન પરમાણુ હથિયારોનો ઉપયોગ ત્યારે જ કરશે જો તેના અસ્તિત્વને ખતરો હશે. પેસકોવે જણાવ્યું છે કે, અમારી પાસે ઘરેલુ સુરક્ષા માટે સિસ્ટમ છે. તે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ માટે નિયમો મૂકે છે. આ નિયમ કોઈપણ વાંચી શકે છે. આમા એ વાત ચોક્કસ છે કે, જો આપણા દેશનું અસ્તિત્વ જોખમમાં છે તો નિયમો અનુસાર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકાય છે.

ક્રેમલિનના પ્રવક્તાએ આ વાત ત્યારે કરી જ્યારે તેમનું ઈન્ટરવ્યુ લેનાર ક્રિશ્ચિયન અમનપોરે પૂછ્યું કે, શું તેમને આ વાતની ખાતરી છે કે, રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં પરમાણુ હથિયારોનો વિકલ્પ પસંદ કરશે નહીં.? ત્યારે તેમને જણાવ્યું હતું કે, યાદ રહે, 24 ફેબ્રુઆરીના યુક્રેન પર હુમલાના માત્ર ચાર દિવસ બાદ પુતિને દેશના વ્યૂહાત્મક પરમાણુ એકમને હાઇ એલર્ટ કરી દીધું હતું. તેના આ પગલાથી આખી દુનિયા ચોંકી ગઈ હતી. તેને પરમાણુ હથીયારોના ઉપયોગ માટે ધમકી માનવવામાં આવી હતી.

જ્યારે પેસકોવના નિવેદન પર અમેરિકી રક્ષા સંસ્થાન પેન્ટાગોનની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો તેના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું છે કે, રશિયાની પરમાણુ ધમકી ભયંકર છે. એક જવાબદાર પરમાણુ શક્તિ ધરાવનાર દેશના આવા નિવેદનો ન કરવા જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું છે કે, પેન્ટાગોને યુક્રેન યુદ્ધને લઈને પોતાની રણનીતિ બદલવાની જરૂર નથી. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.

રશિયા પાસે વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રોનો ભંડાર છે. યુક્રેન પર હુમલા બાદથી તે દુનિયામાં લગભગ અલગ પડી ગયું છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago