સોશીયલ મીડિયા પર રોજ કેટલાય દિલ ધ્રુજાવી દેનારા વીડિયોઝ વાયરલ થતા રહે છે, જેને જોઈને રુવાડા ઊભા થઈ જાય છે. સોશીયલ મીડિયામાં એક ખુબ જ મોટો વર્ગ છે જે આવા વીડિયોઝ બનાવે છે. આ લોકો સ્ટંટ કરતા કરતા ક્યારેક કોઈ ઉંચી બિલ્ડીંગ પર ચડીને ત્યાંથી ઠેકડો મારે છે, તો ક્યારેક પોતાની જાત ને જ કોઈ પેટીમાં બંધ કરી લે છે. લોકપ્રિયતા મેળવવાં માટે આ લોકો આવા ખતરનાક સ્ટંટને અંજામ દેતા હોય છે.
ઘણી વાર તો આમાંથી કેટલાંક વગર કોઈ સેફ્ટીએ ખતરનાક સ્ટંટ કરે છે, જેના લીધે એમનો જીવ જવાની સંભાવના વધી જાય છે. આના જ અનુસંધાને કંઈક આવો જ વીડિયો સોશીયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બ્રાઝીલનો છે, જ્યા એક પ્રખ્યાત કોમેડિયન સુપરમેન બનીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યા જ પાછળથી એક બસ આવીને એની સાથે ભટકાણી. આગળ જે બન્યું તે જોઈને તમે પણ અચરજમાં પડી જશો.
હકીકતમાં બ્રાઝીલના પ્રખ્યાત કોમેડિયન લુઈસ રિબિરો ડેએન્ડ્રેજ રોડની વચો વચ આવીને સુપરમેન બનીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એટલાં માજ એક બસ આવી અને તેમની સાથે જોરથી ભટકાઈ. જો કે બસ ડ્રાઈવરે સાચા સમયે બ્રેક મારી દિધી, નહીતો એમનો જીવ પણ જઈ શકતો હતો.
આ ટકરાવનાં લીધે તેઓ રોડ પર આગળ તરફ જતા રહ્યા. જો કે સદનસીબે એમને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને હવે તેમની હાલત સારી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેઓ સુપરમેન બનીને પોતાના હાથો વડે બસને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે કેમેરામાં જોઈને બોલી રહ્યા હતા કે “ હું સ્ટીલનો બનેલો છું અને હું આ બસને મારા હાથ વડે રોકી લઈશ”
લુઈસે બીજા દિવસે જણાવ્યું કે “મારો સ્ટંટ અસફળ સાબિત થયો. બસ વાળા એ બ્રેક મારવાના અંતરનું ખોટું અનુમાન લગાવ્યું હતું. આ કારણે હું બસ સાથે ભટકાઈ ગયો.” તેમણે આ ઘટનાની જવાબદારી બસ ડ્રાઈવર પર ન નાખતા પોતે જ લીધી. આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર ફેલ સુપરમેન નામના એકાંઉટે શેર કર્યો છે. વીડિયો સોશીયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમારી જાણ ખાતર કહીએ કે લુઈસને ઘણા બધા લોકો સુપરમેનનાં રૂપમાં જાણે છે. આ પાત્રને તેઓ ઘણા લાંબા સમયથી ભજવી રહ્યા છે. એમના આ વીડિયોના વાયરલ થયા બાદ ઘણા બધા લોકો લુઈસની આ બેદરકારીની ખુબ આલોચના કરી રહ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…