Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

રોડ અકસ્માતમાં બે માસૂમ બાળકોની સામે જામનગર નિવાસી પિતાનું મૃત્યુ, માતાની હાલત પણ ગંભીર…

આજના સમયમાં કોણ કેટલા સમય સુધી જીવિત રહે છે, તેના વિશે કંઈ કહી શકાય નહીં. કારણ કે આજના આધુનિક સમયમાં બધું ઝડપી થઇ ગયું છે. આ સિવાય રોજબરોજ અકસ્માતો પણ દિવસે દિવસે વધી રહ્યા છે.

આજ ક્રમમાં જામનગર ના ભાવભી ખીજાડિયા ગામની જોડે એક ભારે અકસ્માત થયો હતો. આ અકસ્માત બે કારના સામે સામે ટકરાવવાને લીધે થયો હતો. જેમાં બે માસૂમ બાળકોની સામે એક પિતાએ જીવ ગુમાવ્યો હતો.

આ સાથે માતાની હાલત પણ ગંભીર થઇ ગઇ હતી. જેના પછી તેમને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. જ્યારે તેમની સામેની કારમાં બે યુવતીનો સહિત એકને ઈજા થઈ હતી. જ્યારે આ બંને બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

સૂત્રો પ્રમાણે માહિતી મળી છે કે કાલાવાડ તહસિલમાં રહેતા વિજયભાઈ જૈન તેમની પત્ની અને બે બાળકો સાથે જૂનાગઢ જવા નીકળ્યા હતા, આવામાં તેઓનું ખીજડીયા ગામની નજીક એક કાર સાથે ટકરાઈ ને અકસ્માત થયું હતું.

આ કાર અકસ્માતમાં પતિ તથા પત્ની આગળની સીટ પર બેઠેલા હોવાને લીધે ભારે ઈજાઓ થઈ હતી, જ્યારે તેમના બાળકો પાછળ હોવાને લીધે તેઓનો થોડોક બચાવ થયો હતો. આ ક્રમમાં પતિનું મૃત્યુ થયું હતું અને પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સામેની કારમાં ચાલક તેની બે ભત્રીજીઓ સાથે કારમાં હતો, તેમને પણ થોડીક ઈજાઓ પહોંચી હતી અને તેમને જામનગર ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ભયજનક અકસ્માત થયા બાદ ગામ લોકોએ રડવાનો અવાજ સાંભળ્યો હતો અને તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ 108 બોલાવીને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના જોઈને પાંચ વર્ષની પુત્રી રડવા લાગી હતી અને સમગ્ર માહોલમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે તેના 11 વર્ષીય ભાઈએ તેને ગળે લગાવીને હૂંફ આપતા કહ્યું હતું કે ભગવાન આપણા થી નારાજ થઈ ગયા છે પણ હું છું ને…

[quads id=1]

Related Articles

Back to top button