ચોખા ખાવાથી વધે છે ઈમ્યુનિટી, વજન ને નિયંત્રિત રાખવા નિયમિત ડાયટ માં પણ ઉમેરી શકો છો

ચોખા એક માત્ર એવું અનાજ છે જે નાના થી લઈ મોટા સુધી બધા ને જ પસંદ હોય છે. ચોખા આ દુનિયામાં સૌથી વધુ ખવાતું અનાજ છે. ભારતમાં ચોખા ના ઘણા બધા પકવાન બનાવાય છે અને ભારત માં આનો સૌથી વધુ પ્રયોગ દક્ષિણ ભારતમાં કરવામાં આવે છે. રાંધેલા ચોખા ને ભાત પણ કહેવામાં આવે છે અને સંસ્કૃત માં ચોખા ને ‘તાંદુલ’ કહેવાય છે. ચોખા ને લઈ ને સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે, ચોખા ખાવાથી વજન વધે છે. ડાઈટ્રિશીયન જ્યારે તમને વજન ઘટાડવાની સલાહ આપે છે ત્યારે સૌથી પહેલા તમારા ડાયટ ચાર્ટ માથી ચોખા જ કાઢી નાખે છે.
ચોખા નું સેવન કરવાના ફાયદા:
1.વેઇટ કંટ્રોલ: ચોખા માં કાર્બોહાઈડ્રેટ ની ભરપૂર માત્રા હોય છે. બપોર ના જમવામાં ચોખા ઉમેરવાથી તમારું વજન નિયંત્રિત રહે છે. વજન ના હિસાબે નક્કી કરી ચોખા રોજ ખાઈ શકાય છે પણ સાથે સલાડ જરૂર લેવું. ચોખા બપોર ના જમવામાં ખાવા સ્વાસ્થ્ય માટે સારું છે કેમ કે આ સમયે શરીર નું મેટાબોલીઝમ હાઇ હોય છે જે બોડી માં ગયેલ કાર્બોહાઇડ્રેટ્સ નો બરાબર ઉપયોગ કરે છે.
2.ડાઇઝેશન બરાબર રાખે છે: ચોખા ખાવાથી ડાઇઝેશન પણ બરાબર રહે છે. પેટ ખરાબ થવા પર ચોખા નું પાણી પીવું ઘણું ફાયદાકારક હોય છે. ચોખા માં મે માઈ સોલ્યુબલ હોય છે જે પોતાની સાથે બીજા ખોરાક ને પણ પચાવવા માં મદદ કરે છે.
3. વધારે ઇમ્યુનિટી: ચોખા ખુબજ હળવું અનાજ હોય છે. અને આ કારણે જ આ સરળતાથી પચી પણ જાય છે. કોઈ પણ રોગી ને બીમારી માં ડોક્ટર દ્વારા હમેશા ખીચડી ખાવાની સલાહ આપવામાં આવે છે કેમ કે આ ખાવાથી શરીર માં તરત જ શક્તિ મળે છે. આના થી બ્લડ શુગર પણ કંટ્રોલ થાય છે.
4.માઈગ્રેન માં ફાયદાકારક: માઈગ્રેન પ્રોબ્લેમ ના ઉપચાર માં પણ ચોખા ઘણા ફાયદાકારક હોય છે. જો તમે ચોખા માં મધ ભેળવી ઓછામાં ઓછા એક અઠવાડીયા સુધી એકધારું ખાશો તો તમે તમારી માઈગ્રેન ની પ્રોબ્લેમ માં રાહત અનુભવશો. રોજ ખિચડી ખાવા થી તમારું પેટ તો સારું રહેશે જ, આ સાથે જ તમારા બ્રેઇન ડેવલોપમેન્ટ માં પણ સહાયતા મળે છે.