ક્રાઇમ

મોબાઈલ પર વાત કરવા પર આપ્યો ઠપકો, સગીર ભત્રીજોએ કરી દીધી કાકીની હત્યા

મોબાઈલ પર વાત કરવા પર આપ્યો ઠપકો, સગીર ભત્રીજોએ કરી દીધી કાકીની હત્યા

વૈશ્વિક મહામારી કોરોના કાળમાં મોબાઈલ ફોન ઓનલાઈન શિક્ષણનું મહત્વનું સાધન બની ગયું છે. બાળકો ઘરે બેસીને ઓનલાઈન ક્લાસમાં જોડાઈને તેમનો અભ્યાસ કરી રહ્યા છે. આ ટેક્નોલોજી કોઈ વરદાનથી ઓછી નથી, પરંતુ મોબાઈલના કારણે કોઈનો જીવ જતો રહેશે, આ વાત કોઈ માનશે નહીં. છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં મોબાઈલ પર વાત કરવાની ના પાડવા બદલ બે સગીર છોકરીઓએ પોતાની જ કાકીને ધારદાર હથિયાર વડે હત્યા કરી દીધી.. જો કે ગંભીર ગુનો કર્યા બાદ આ બંને સગીરો ઘરે સૂઈ ગઈ હતી. અને જયારે ઘરના લોકો જાગ્યા ત્યારે આ હત્યાની જાણ બધાને થઈ હતી. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી તો આ રહસ્ય પરથી પડદો ઉઠ્યો. જે પોલીસની પૂછપરછમાં વાત સામે આવતા જ બધાના હોંશ ઉડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાયગઢ જિલ્લાના ચક્રધરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ નિરંજનપુર-સપનઈ માં 3 ફેબ્રુઆરીની રાત્રે બે સગી બહેનોએ મોબાઈલ ફોન વાપરવાની ના પાડતા નારાજ થઈને તેની સગી કાકીના માથામાં ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી હતી. કાકીની હત્યા કરનાર આ બંને છોકરીઓ સગીર હોવાનું જાણવવામાં આવી રહ્યું છે અને સ્કૂલની વિદ્યાર્થિનીઓ છે. પોલીસે જણાવ્યું કે યુવતીઓની કાકી તુલસીના લગ્ન થયા નથી તે અપરિણીત છે. અને બંને સગીર છોકરી તેની સાથે ઘરે રહેતી હતી. કાકી આ બંને છોકરીઓને મોબાઈલમાં ગેમ રમવાની, મિત્રો સાથે વાત કરવાની મનાઈ કરતી હતી. 3 ફેબ્રુઆરીની સવારે પણ આવું જ બન્યું હતું. આ છોકરીઓ તેની કાકીને જાણ કર્યા વગર જ મોબાઈલ લઈને સ્કૂલે જતી રહી હતી. શાળાએથી પરત ફરતી વખતે બંને થયું કે ઘરે પહોંચતા જ કાકી તેને ઠપકો આપશે. ત્યારબાદ બંનેએ રસ્તામાં એક જગ્યાએ બેસીને બંનેએ બેસીને તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.

અડધી રાત્રે જાગીને ધારદાર હથિયાર વડે કર્યો હુમલો

સગીર છોકરીઓએ રસ્તામાં જે આશંકા વ્યક્ત કરી હતી તે ઘરે જતા સાચી સાબિત થઇ. જે બંને ઘરે પહોંચતા જ કાકીએ તેમને ઘણો ઠપકો આપ્યો. ત્યારબાદ રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે છોકરીઓ ફરી મોબાઈલ રમવા લાગી હતી. જો કે રાત્રે કાકીએ નાની બાળકીને મોબાઈલ માટે જ નહિ પરંતુ તેને બે લાફા પણ માર્યા. ત્યારબાદ ઘરના બધા લોકો સૂઈ ગયા હતા. રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે નાની બાળકી ઉભી થઈ અને તેને સુઈ રહેલ તેની કાકીના માથા પર ધારદાર હથિયાર વડે અનેક વાર કર્યા. કાકીનો બૂમ પાડવાનાનો અવાજ સાંભળીને મોટી બહેન પણ જાગી ગઈ હતી. આ પછી તેને પણ તેની કાકી પર વધુ હુમલો કર્યો હતો. અને આ હત્યા કર્યા બાદ બંને છોકરીઓ ચુપચાપ સુઈ ગઈ હતી.

પોલીસના ડૉગ રૂબીએ ખોલ્યું રહસ્ય

ગઈકાલે સવારે જ્યારે ઘરના અન્ય સભ્યો જાગીને ઉભા થયા ત્યારે તેઓએ તુલસીની લાશ લોહીથી લથપથ જોઈને ગભરાઈ ગયા હતા ત્યારબાદ ઘરના લોકોએ આ વાતની જાણ પોલીસને કરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પણ બંને બહેનો આ ઘટનાને નકારી રહી હતી. બંધ મકાનમાં હત્યાથી પોલીસને પરિવારના સભ્યો પર જ શંકા થઇ હતી. પોલીસે વાળા-ફરતી ઘરના લોકોની કડક પૂછપરછ કરી. પોલીસે શ્વાન (ડૉગ) રૂબીની મદદ લીધી, જેણે મહત્વની કડીઓ સામે લાવી દીધી. બંને સગીરો પર પોલીસે કડક કાર્યવાહી કરતાં તેઓએ ગુનો કબૂલ્યો હતો. પોલીસે બંને બાળ અત્યાચારીઓને કસ્ટડીમાં લઈને ચિલ્ડ્રન કોમ્યુનિકેશન હોમમાં મોકલી દીધી છે.

[quads id=1]

Related Articles

Back to top button