વ્યવસાય

RBIની સખ્ત કાર્યવાહી,આ બેંક પર લગાવ્યો 90 લાખ રૂપિયાનો દંડ

સેન્ટ્રલ રિઝર્વ બેંક દ્વારા કડક વલણ અપનાવવા બેંકો દ્વારા નિયમોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે, RBI દ્વારા અનેક બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો છે. આવી જ એક કાર્યવાહી મહારાષ્ટ્રની વસઈ વિકાસ સહકારી બેંક પર કરવામાં આવેલ છે.

રિઝર્વ બેંક દ્વારા મંગળવારના જણાવવામાં આવ્યું છે કે, તેમણે મહારાષ્ટ્રની વસઈ વિકાસ સહકારી બેંક પર અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ 90 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમાં લોનનું બેડ લોન (NPA) તરીકે વર્ગીકરણ અને અન્ય સૂચનાઓ સામેલ છે.

શું છે કારણ

સેન્ટ્રલ બેંક દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બેંકે ઉધાર ખાતાઓમાં ભંડોળનો અંતિમ ઉપયોગ અને લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ અથવા NPA તરીકે વર્ગીકૃત કરવાની તેની સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું નથી. બેંકે આરબીઆઈના તે વિશેષ નિર્દેશનું પણ પાલન કર્યું નથી જેમાં તે સુનિશ્વિત કરવાનું કહેવામાં આવ્યું છે કે, બેંકના ખાતા અને નફા-નુકસાનના ખાતા પર તેમના ઓછામાં ઓછા ત્રણ નિર્દેશકો દ્વારા સહી કરવામાં આવે.

કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે, ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં વૈધાનિક નિરીક્ષણ, તેના નિરીક્ષણ અહેવાલ રીપોર્ટ અને બધા સંબંધિત પત્રવ્યવહારની તપાસ બાદ આ ખુલાસો કરવામાં આવ્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button