રવીના ટંડનના પિતા રવિ ટંડનનું અવસાન, અભિનેત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી
રવીના ટંડનના પિતા રવિ ટંડનનું અવસાન, અભિનેત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી
બોલિવુડ અભિનેત્રી રવીના ટંડનના ઘરથી દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ અભિનેત્રી રવીના ટંડનના પિતા રવિ ટંડન અવસાન થઈ ગયું છે. રવીના ટંડન દ્વારા સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જ્યારે આ જાણકારી આપવાની સાથે તેમના પિતાને યાદ કરતા જૂની તસ્વીરો શેર કરી છે. તેની સાથે રવિ ટંડનની વાત કરીએ તો તેમનો જન્મ આગ્રામાં થયો હતો. તેમને મજબૂર અને ખુદ્દાર જેવી હીટ ફિલ્મોમાં નિર્દેશક કર્યું છે. જ્યારે હવે તેમના ચાલ્યા જવાથી બોલીવુડમાં શોકન મોંજુ છવાઈ ગયું છે.
રવિના ટંડન દ્વારા પિતા રવિ સાથેની તસ્વીરો શેર કરતા કેપ્શનમાં જણાવ્યું છે કે, ‘તમે હંમેશા મારી સાથે ચાલતા રહેશે. હું હંમેશા તમારા જેવી જ રહીશ. હું તને ક્યારેય જવા દઈશ નહીં લવ યુ ફાધર. નોંધનીય છે કે, તેઓ સંજીવ કુમારના નજીકના મિત્રોમાંથી એક હતા અને રવી ટંડને ફિલ્મ નિર્દેશક આર કે નય્યરના સહાયક તરીકે કામ પણ કરેલું હતું.
રવિ ટંડનની વાત કરવામાં આવે તો તેમનો જન્મ 17 ફેબ્રુઆરી 1935 ના રોજ યુપીના આગ્રામાં પંજાબી પરિવારમાં થયો હતો અને તે અનેક ફિલ્મના નિર્દેશક અને નિર્માતા હતા. તેમના દ્વારા બોલીવુડમાં અનેક હિટ ફિલ્મોમાં આપવામાં આવી છે. તેમની ફિલ્મોની વાત કરીએ તો ‘ખેલ ખેલ મેં’, ‘અનહોને’, ‘નજરાના’, ‘મજબૂર’, ‘ખુદ્દર’ અને ‘ઝિંદગી’ ફિલ્મો સામેલ છે. રવિ ટંડનનું અવસાન આજ સવારે થયું હતું. સવારના લગભગ 4.45 વાગ્યે તેમના ઘરે અવસાન નીપજ્યું હતું.
રવિ ટંડન અને તેની પત્ની વીણાને બે બાળકો રહેલ છે. જેમાં એક પુત્ર રાજીવ જે નિર્માતા અને દિગ્દર્શક રહેલ છે અને તેણે ‘હિના’ ટીવી સિરિયલ પણ બનાવી છે. એક પુત્રી રવિના ટંડન છે, જેણે બોલિવૂડમાં સારી સફળતા મેળવી છે.