મનોરંજન

રાજામૌલીની ફિલ્મ RRR ટૂંક જ સમયમાં OTT પર જોઈ શકાશે, સામે આવી આ મોટી જાણકારી….

રાજામૌલીની ફિલ્મ RRR સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ‘RRR’ ત્રણ દિવસમાં લગભગ રૂ. 500 કરોડના આંકડાને સ્પર્શી લીધો હતો. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગન મહત્વની ભૂમિકામાં છે. જ્યારે કેટલાક દર્શકો માત્ર થિયેટરોમાં જ આ ફિલ્મ જોઈ રહ્યા છે, તો અન્ય એવા પણ છે જેઓ OTT પર RRR આવવાની રાહ જોઈ રહ્યા છે.

શું છે ફિલ્મની વાર્તા

ફિલ્મ ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ પર આધારિત છે, જેમણે બ્રિટિશ શાસન અને હૈદરાબાદના નિઝામ સામે લડત આપી હતી. આ ફિલ્મને ચાહકો ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. આ ફિલ્મ રામચરણ અને એનટીઆરના ચાહકો માટે એક ટ્રીટ છે. આ ફિલ્મમાં બંનેએ એકબીજાને જબરદસ્ત સ્પર્ધા આપી છે.

આ ફિલ્મ Zee5 અને Netflix પર રિલીઝ થશે
સિનેમાઘરોમાં આવ્યા બાદ આ ફિલ્મ Zee5 અને Netflix પર પણ રિલીઝ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, થિયેટર રિલીઝના 8 અઠવાડિયા બાદ તેને OTT પર સ્ટ્રીમ કરવામાં આવી શકે છે. હિન્દીમાં RRR નેટફ્લિક્સ પર અને Zee5 પર તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ જેવી અન્ય ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

550 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘RRR’ એ અત્યાર સુધીમાં 500 કરોડનું કલેક્શન કર્યું છે, સુપરહિટનો દરજ્જો મેળવવા માટે 1100 કરોડનું કલેક્ટ કરવું પડશે. તેલુગુ વર્ઝનની સાથે સાથે ફિલ્મ ‘RRR’ના હિન્દી વર્ઝનમાં પણ સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો. રિલીઝના પહેલા સોમવારે ફિલ્મે લગભગ 45 કરોડનો બિઝનેસ કર્યો છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago