રાજકારણ

મોદી સરકાર પર પ્રહાર કરીને પોતે ઘેરાયા રાહુલ ગાંધી, ચીન-પાકિસ્તાન સંબંધો પર નટવરે યાદ કરાવ્યો નેહરુનો ઈતિહાસ

મોદી સરકાર પર પ્રહાર કરીને પોતે ઘેરાયા રાહુલ ગાંધી, ચીન-પાકિસ્તાન સંબંધો પર નટવરે યાદ કરાવ્યો નેહરુનો ઈતિહાસ

ચીન-પાકિસ્તાન મિત્રતા (China-Pakistan Relation) ના મુદ્દે નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારને ઘેરનાર રાહુલ ગાંધી (Rahul Gandhi) પોતે જ ઘેરાય ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવર નટવર સિંહે (Kunwar Natwar Singh) રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. તેમણે પાકિસ્તાન અને ચીનની મિત્રતાના ઈતિહાસની પણ યાદ અપાવી. નટવર સિંહે રાહુલ ગાંધીને સંસદમાં આ પ્રકારનું નિવેદન આપતા ન રોકવા માટે મોદી સરકારને પણ આડે હાથ લીઘી.

મોદી સરકારના કોઈ રાહુલને કેમ ન રોક્યા – નટવર સિંહ

પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહે (Former Foreign Minister Natwar Singh) આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે મોદી સરકાર તરફથી કોઈએ સંસદમાં રાહુલ ગાંધીના આ નિવેદનનો વિરોધ કેમ ન કર્યો. નટવર સિંહે કહ્યું કે, રાહુલ ગાંધીએ પાકિસ્તાન અને ચીનના સંબંધોને લઈને સંસદમાં જે પણ નિવેદન આપ્યું છે, તે એકદમ ખોટું છે. તેમણે કહ્યું કે ચીન અને પાકિસ્તાન 1960ના દાયકાથી સારા મિત્રો રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં જઈને નેહરુએ કરી હતી ભૂલ

નટવર સિંહે રાહુલ ગાંધીને ઈતિહાસની યાદ અપાવતા કહ્યું કે તે તેમના પરદાદા (જવાહર લાલ નેહરુ) હતા, જે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા હતા. નટવર સિંહે રાહુલ ગાંધીને અરીસો બતાવતા કહ્યું કે આજે આપણે એકલા નથી. આજે આપણા પડોશીઓ સાથે આપણા સંબંધો ઘણા સારા છે. ભારતની વિદેશ નીતિમાં કોઈ ખામી નથી. આપણી વિદેશ નીતિ જરાય નિષ્ફળ ગઈ નથી.

ભારતની વિદેશ નીતિ નિષ્ફળ નથી

પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતના વિદેશ મંત્રી એવા વ્યક્તિ છે જેમણે જીવનભર વિદેશ નીતિના મુદ્દાઓ પર જ કામ કર્યું છે. રાહુલ ગાંધીએ બુધવારે (2 ફેબ્રુઆરી, 2022) બજેટ સત્ર 2022 (Budget Session 2022) માં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષ વતી ચર્ચા શરૂ કરતા મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે તેની ખોટી વિદેશ નીતિના કારણે ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે.

રાહુલે મોદી સરકાર પર કર્યા હતો પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતની વિદેશ નીતિની સૌથી મોટી રણનીતિ ચીન અને પાકિસ્તાનને અલગ કરવાની હતી, પરંતુ મોદી સરકારે તેમને એક થવાની તક આપી. અને આ સરકારનો દેશ પ્રત્યેનો સૌથી મોટો અપરાધ છે. લોકસભામાં આપેલા રાહુલ ગાંધીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કુંવર નટવર સિંહે રાહુલ ગાંધીના નિવેદનને તથ્યોથી પરે ગણાવ્યા અને તેમને નેહરુની ભૂલ પણ યાદ કરાવી.

સંસદમાં રાહુલ ગાંધીએ શું કહ્યું હતું

– મોદી સરકારની ખોટી નીતિઓને કારણે ચીન અને પાકિસ્તાન નજીક આવ્યા.
– મોદી સરકાર દેશને શાહજહાંની જેમ ચલાવવાનો પ્રયાસ કરી રહી છે.
– સરકારની ખોટી નીતિઓને કારણે દેશને આંતરિક અને બાહ્ય મોરચે ખતરો ઉભો થયો છે.
– વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોખમ સાથે રમી રહ્યા છે. પાકિસ્તાન અને ચીનને હળવાશથી ન લે.

[quads id=1]

Related Articles

Back to top button