પ્રાચીન સમયથી જ મનુષ્ય ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અને પોતાની રીતે દીવા ધૂપ કરતો આવ્યો છે. આમ તો ભોળા ભાવથી શ્રદ્ધાપૂર્વક જેવુ પણ પૂજન કરવામાં આવે તે દેવી-દેવતાઓને સ્વીકાર્ય હોય છે. પણતે શુભ ફળ પ્રાપ્ત નથી થતુ જે થવુ જોઈએ. તમે પોતે વિચાર કરો કે ક્યાક પૂજા કરતી વખતે તમે તો આવી ભૂલ નથી કરતા. જો પૂજા કરતી સમયે તમે કેટલીક વાતોનુ ધ્યાન રાખશો તો ગરીબી ક્યારેય તમારે દ્વાર નહી આવે.
એવું માનવામાં આવે છે કે જો દીવો નિયમિતપણે પ્રગટાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા હંમેશાં સક્રિય રહે છે. વાસ્તુ દોષમાં વધારો કરતી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. દીવાનો ધુમાડો વાતાવરણમાં હાજર હાનિકારક સુક્ષ્મજીવોનો નાશ પણ કરે છે. દીપક અંધકારને દૂર કરે છે અને પ્રકાશ ફેલાવે છે. એવું માનવામાં આવે છે કે દીવોનો પ્રકાશ ખાસ કરીને દેવતાઓ અને દેવીઓને પ્રિય છે, તેથી પૂજામાં આવશ્યકપણે દીવો પ્રગટાવવામાં આવે છે.
રોજ સાંજે મુખ્ય દરવાજા પાસે દીવો મુકવો જોઈએ. આ દીવો ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશને અટકાવે છે.પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખો કે ઘીનો દીવો તમારી ડાબી બાજુ પ્રગટાવવો જોઈએ. તેલનો દીવો તમારી જમણી બાજુ મૂકવો જોઈએ.
દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર- શુભમ કરોતી ક્લ્યાણનમં, આરોગ્ય, ધન સંપદામં, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમોસ્તુતે આ મંત્રનો સરળ અર્થ એ છે કે શુભ અને સુખાકારી, આરોગ્ય અને ધન સંપદા આપનારી, દુશ્મનની બુદ્ધિનો વિનાશ કરનાર આપણે દીવાના પ્રકાશને સલામ કરીએ છીએ.
પૂજામાં ક્યારેય ખંડિત દીવો પ્રગટાવવો જોઈએ નહીં. ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રીને શુભ માનવામાં આવતી નથી.શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે મંત્ર જાપ સાથે દીવો પ્રગટાવવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વાસ્તુ દોષ દૂર થાય છે.ધ્યાનમાં રાખો કે પૂજાની વચ્ચે દીવો ન બુઝવો જોઈએ. જ્યારે આવું થાય છે, પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી.
ભગવાનની મૂર્તિની સામે જ દીવો મૂકવો જોઈએ. પ્રતિમાની પાછળ અથવા તેની આસપાસ ક્યારેય દીવો ન રાખશો.ઘીના દીવા માટે સફેદ રૂનો ઉપયોગ કરવો જોઇએ. જ્યારે લાલ દોરીની દિવેટ તેલના દીવા માટે શ્રેષ્ઠ હોવાનું માનવામાં આવે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…