Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
લાઈફસ્ટાઈલ

પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઈને દિવાના થઇ ગયા લોકો અને બોલી ઉઠ્યા – સ્વર્ગની પરી….

બોલિવૂડ અને હોલીવુડમાં પોતાનું સ્થાન બનાવનાર આંતરરાષ્ટ્રીય આઈકન પ્રિયંકા ચોપડા હવે તેની હોલીવુડ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુ ના શૂટિંગથી ફ્રી થઇ ગઇ છે. તેને એક મેગેઝિન માટે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. પ્રિયંકાએ આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

આ તસવીરમાં જોઈ શકાય છે કે પ્રિયંકાએ વિવિધ રંગના આઉટફિટ પહેર્યા છે. આ સાથે, તેના વાળને નવી હેરસ્ટાઇલ આપવામાં આવી છે. લાઇટ મેકઅપની સાથે પ્રિયંકા તમામ પોશાકોમાં આકર્ષક લાગે છે.

બીજા ટ્વીટમાં પ્રિયંકાએ બ્લેક ડ્રેસમાં એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તબાહી મચાવી રહી છે. પ્રિયંકાની આ તસવીરોને અત્યાર સુધીમાં ઘણી લાઈક મળી છે. જોકે પ્રિયંકાની સુંદરતાના વખાણ કરતાં ચાહકો થાકતા નથી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પ્રિયંકાએ વિદેશી મેગેઝિન સાથે વાત કરતી વખતે નિક અને તેના લગ્ન અંગે અનેક ઘટસ્ફોટ કર્યા છે. તેમણે કહ્યું કે સંબંધોમાં બે લોકોએ એકબીજાને સમજવું પડશે. બંનેની પસંદગી શું છે, તેઓ કેવી રીતે જીવે છે, તે સંબંધોમાં આવતી ઘણી સમસ્યાઓ હળવી કરે છે. તેથી તે ખૂબ મુશ્કેલ નહોતું. મારા માટે, તેની સાથેનું જીવન કોઈ સાહસથી ઓછું નથી.

[quads id=1]

Related Articles

Back to top button