રાજકોટથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સિટી બસ દ્વારા રાજકોટના ત્રિકોણ બાગ નજીક એક રિક્ષાને ટક્કર મારવાની ઘટના સામે આવી હતી. તેની સાથે જાણવા મળ્યું છે કે, આ રિક્ષામાં ગર્ભવતી મહિલા બેઠેલી હતી તેને ઈજા પહોંચી હતી. તેના લીધે ત્યાં નો માહોલ ગંભીર બની ગયો હતો.
આ ઘટના બાદ રિક્ષા ચાલક દ્વારા બસના ડ્રાઈવરને ધક્કો મારવામાં આવતા તેને લઈને વિવાદ થઈ ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક દ્વારા બસ ડ્રાઈવર ને પૂછવામાં આવ્યું કે, ગર્ભવતી મહિલાને કઈ થઈ ગયું હોત તો તેની જવાબદારી કોની હોત? તેના લીધે ભારે વિવાદ ઉભો થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ સિટી બસ દ્વારા રિક્ષાને ટક્કર મારવામાં આવતા તેને ભારે નુકસાન પણ થયું હતું. રિક્ષાના આગળનો કાચ પણ તૂટી ગયા હતા. જ્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગર્ભવતી મહિલાને ઇજા પહોંચતા તે રોડ પર જ બેસી ગઇ હતી. જ્યારે ગર્ભવતી મહિલાને બંન્ને પગે ઇજા થઈ હતી. સ્થાનિક લોકો દ્વારા બસ ડ્રાઈવરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…