બોલિવૂડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ઉંમરના આ તબક્કે પણ પૂરા જોશ સાથે વ્યસ્ત છે. ચાહકો ખૂબ જ ખુશ છે કે બચ્ચન સાહેબનો સિનેમા પ્રત્યેનો જુસ્સો વધી રહ્યો છે અને તેઓ અલગ-અલગ ફિલ્મો અને પાત્રોથી દિલ જીતી લે છે. આવી સ્થિતિમાં હવે અમિતાભના ફેન્સ માટે એક સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ (Prabhas) સાથે જોવા મળશે. પ્રભાસ અને અમિતાભ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
વિજ્ઞાન-કથા આધારિત છે ફિલ્મ
અભિનેતા અમિતાભ બચ્ચને શનિવારે જણાવ્યું હતું કે તેને સાયન્સ-ફિક્શન પર આધારિત એક ફિલ્મ માટે અભિનેતા પ્રભાસ સાથે પોતાનો પહેલો શોટ આપ્યો છે. પોતાના ટ્વિટમાં અમિતાભે પ્રભાસને પ્રતિભાશાળી અને નમ્ર કલાકાર ગણાવ્યો હતો. જણાવી દઈએ કે આ ફિલ્મ નિર્માતા નાગ અશ્વિન દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે, જેઓ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘મહાનતી’ના નિર્દેશન માટે જાણીતા છે.
‘પ્રોજેક્ટ કે’ છે હાલમાં આ ફિલ્મનું નામ
આ નવી ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી અને તેને ‘પ્રોજેક્ટ કે’ કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મહત્વના રોલમાં જોવા મળશે. અમિતાભે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી અને કહ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રભાસ પાસેથી ઘણું શીખવા માટે ખૂબ જ ઉત્સુક છે.
અમિતાભ- પ્રભાસની પોસ્ટ
અમિતાભે ટ્વીટ કરીને કહ્યું, ‘પહેલો દિવસ, પહેલો શોટ. ‘બાહુબલી’ પ્રભાસ સાથેની પહેલી ફિલ્મ અને તેની આભા, તેની પ્રતિભા અને તેની અસાધારણ નમ્રતાથી આટલું સન્માન મળવું. હું તેની પાસેથી ઘણું શીખવા માટે ઉત્સુક છું. બીજી તરફ પ્રભાસે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર અમિતાભ બચ્ચનની એક તસવીર શેર કરી અને કહ્યું કે તેમની સાથે કામ કરવું એ ‘સ્વપ્નનું સાકાર થવા જેવું’ છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…