બોલિવૂડ

પૂનમ પાંડેએ એકવાર ફરી પતિને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું- ‘મને ડૉગની જેમ મારતો અને રૂમમાં બંધ કરી દેતો હતો’

પૂનમ પાંડેએ એકવાર ફરી પતિને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું- 'મને ડૉગની જેમ મારતો અને રૂમમાં...

પૂનમ પાંડે હાલના દિવસોમાં કંગના રનૌતના રિયાલિટી શો લોક અપનો ભાગ બનેલ છે. આ શોમાં, અભિનેત્રી તેના અંગત જીવન અને ભૂતપૂર્વ પતિ સેમ બોમ્બે વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કરતી રહે છે. પૂનમ પાંડેએ કંગના રનૌતની જેલમાં તેની સાથે થયેલી ઘરેલુ હિંસા અંગે પણ ખુલીને વાત કરી ચુકી છે. ત્યારે હવે ફરી એકવાર તેને એક મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

વાસ્તવમાં, સ્પર્ધકો કંગના રનૌતના લોકઅપ (Lock UPP) માં જેલમાં રોકાયેલા છે. પૂનમ પાંડેએ આ જેલમાં રહેવું તેના અંગત જીવન કરતાં પણ વધુ લક્ઝરી હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, તેણે એવો પણ ખુલાસો કર્યો છે કે તેનો પતિ સેમ બોમ્બે તેને ડૉગની જેમ મારતો હતો અને ઘણા દિવસો સુધી તેને એક રૂમમાં બંધ રાખતો હતો. પૂનમ પાંડેએ પોતાના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતા પોતાના પૂર્વ પતિ વિશે આ નવો ખુલાસો કર્યો છે.

લોકઅપમાં હાલમાં જ માનસિક સ્વાસ્થ્ય પર એક સેશન (સત્ર) રાખવામાં આવ્યું હતું. આ સેશનમાં પૂનમ પાંડેએ તેના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતાં કહ્યું, ‘આ જેલ, ભોજન, મારી ઊંઘ, આ મારા માટે લક્ઝરી છે. હું 4 વર્ષ સુધી રિલેશનશિપમાં હતી અને મારા જીવનના એ ચાર વર્ષોમાં હું બરાબર સૂઈ શકી નથી. હું બરાબર ખાઈ પણ શકતી ન હતી. હું ઘણા દિવસો સુધી ખાતી ન હતી, તેથી મને વડાપાવ ખાવાનું મન થતું હતું.

પૂનમ પાંડેએ વધુમાં કહ્યું, ‘મને માર મારવામાં આવતો હતો. હું મારા બેડરૂમમાંના એકમાં બંધ થઈ જતી હતી. મારો ફોન તૂટી ગયો હતો તેથી હું કોઈ કૉલ કરી શકતી ન હતી. અને આગલી વખતે મને લાગે છે કે મારે મારી જાતને મારી નાખવી જોઈએ. મેં ઘણી વખત મારી જાતને મારવાની કોશિશ કરી છે. તે ડૉગની જેમ મરતો હતો ને? પૂનમ પાંડેએ કંગના રનૌતના શોમાં આ પણ જણાવ્યું છે કે જ્યારે તેના ઘાયલ ચહેરાની તસવીર સામે આવી ત્યારે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી.

અભિનેત્રીએ કહ્યું, ‘તે સમયે મારા અંદર ફીલિંગ આવવા લાગતી હતી હું ખૂબ જ નબળી છું. હું પૂનમ પાંડે નથી. મારી ખૂબ જ મજાક ઉડાવવામાં આવી, ઘણી મોટી મજાક. મારી હોસ્પિટલની તસવીર વાયરલ થઈ હતી. લોકો કહેવા લાગ્યા કે હું તેને જ લાયક છું. હું માનસિક અને શારીરિક શોષણમાંથી પસાર થઈ રહી હતી. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કે હું જીવિત છું. અને મને એ વાતનો ગર્વ છે કે હું આ બધી વસ્તુઓ છોડીને અહીં બેઠી છું.’ આ સિવાય પૂનમ પાંડેએ બીજી ઘણી બધી વાતો કરી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago