દેશ

PM મોદીએ કરી જૂન વાહનો ને લઈ ને એક નવી જાહેરાત, જાણો કરી રીતે તમારી જૂની ગાડી ને. . .

કેન્દ્ર સરકારની નવી નીતિ 15 વર્ષ જૂનાં વાહનોની સ્ક્રેપ પોલિસી જાહેર કરી,‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. વાહનોની સ્ક્રેપ પોલિસી 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે.

આજે નવી દિલ્હીથી વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 15 વર્ષ જૂનાં વાહનોની સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી, ત્યાર પછી PM મોદીએ સ્ક્રેપ પોલિસીમાં નવા મહત્ત્વના નિયમોની ઘોષણા કરી હતી.

સ્ક્રેપ પોલિસી વિષે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે. તો તેની સાથે એક સર્ટિફિકેટ પણ મળશે જે નવા વાહનની ખરીદી કરો ત્યારે બતાવશો તો નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ લાગશે નહીં અને નવા વાહનની ખરીદી પર રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

કાર્યક્રમમાં CM વિજયભાઈ રૂપાણી સાથે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ગાંધીનગર સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘ભાવનગરમાં અલંગ સ્થળે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. જે કેન્દ્રની નવી નીતિ મુજબ 1 ઓક્ટોબર 2021થી શરૂ થશે. જૂનાં વાહનોનું પ્રદૂષણનું પ્રમાણ 12 ટકાથી પણ વધારે છે. ગુજરાતના કચ્છમાં જૂનાં વાહનો સ્ક્રેપ કરવા પાર્ક બનાવશે.’

વર્ચ્યુઅલ વીડિયો-કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાયેલ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 75મા સ્વતંત્રતા દિવસ પહેલાં આજનો આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના મોટાં લક્ષ્યોને સાકાર કરવામાં આ એક પહેલું મોટું કદમ છે. આ પોલિસીથી ભારતના નવા મોબોલિટી ને ઓટો સેક્ટરને નવી ઓળખ મળશે.

ભારત દેશમાં આ પોલિસીને કારણે હકારાત્મક પરિણામ મળશે. સ્ક્રેપિંગ પોલિસી એ હાલના  સમયની સૌથી મોટી માંગ છે. આ પોલિસીમાં ઉદ્યોગકારોની મોટી ભૂમિકા રહેશે. આ પોલિસી 10 હજાર કરોડથી પણ વધારે રોકાણનું ઉત્પાદન કરશે. આગામી 25 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્ત્વનાં છે અને આ પોલિસી પર્યાવરણ માટે પણ મદદગાર રહશે.

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હસતાં ચહેરે કહ્યું હતું કે “રિસાઇક્લિંગનો કન્સેપ્ટ વિશ્વમાં તો ભલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવ્યો હોય, પરંતુ ગુજરાતનાં ઘરોમાં તો દાદી વર્ષોથી રિસાઈક્લિંગ કરે છે. અમારા ગુજરાતનાં ઘરોમાં વર્ષોથી પહેરવાનાં કપડાં જૂનાં થઈ જાય તો એને ફેંકી ન દેય, પરંતુ દાદી એજ કપડાંની સિલાઈ કાઢી એને ટાંકા લઈને સાંધીને કાપડ જોડી આ કાપડમાં હાથ સિલાઈ કરી નવી ગોદડીઓ બનાવે છે, જે શિયાળામાં પરિવારને ઠંડીથી રાહત આપે છે.

વધુમાં તેમણે કહ્યું કે આ પોલીસીથી આપણા સ્વાસ્થ્ય પર પ્રદુષણના કારણે જે અસર થાય છે તે ઓછી થશે, સાથે સામાન્ય પરિવારોને સૌથી મોટો લાભ થશે. ગુજરાતના અલંગને શિપ રરિસાઈકલિંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. નવી પોલિસીના કારણે આવનાર 25 વર્ષમાં  ફેરફાર થશે. પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળશે. આ સર્ટિફિકેટ પર 25 ટકા સુધીની રાહત મળશે. નવી પોલિસીથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે અને વાહન ઉદ્યોગને વધારે ગતિ મળશે.

આ પોલિસી અનુસાર કચ્છમાં જૂના વાહનના સ્ક્રેપ માટે પાર્ક બનાવશે. જૂના વાહનો પ્રદૂષણ વધારે છે અને રોડ સેફ્ટીની પણ સમસ્યા છે. એશિયાના દેશો સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલશે જે કડલના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂના વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગાર ભેગું કરશે.

આ પોલિસીના સંદર્ભમાં લોકસભામાં રજૂ કરાયેલ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15-20 વર્ષ જૂનાં વાહનોની સંખ્યા લગભગ 10,19,898 છે, એનાથી જૂનાં વાહનોની સંખ્યા 5,01,979 છે. સ્ક્રેપ પોલિસી જાહેર થતાં જ આ લાખો વાહનો સ્ક્રેપ થઈ જશે. કેન્દ્ર સરકાર પોલિસી જાહેર કરશે ત્યાર પછી ગુજરાત સરકાર આ પોલિસીમાં આંશિક ફેરફાર કરે તેવી શક્યતા છે. પોલિસીના નવા નિયમ મુજબ, વર્ષ 2005 પહેલાંનાં વાહનો સ્ક્રેપમાં જશે.

રિપોર્ટ અનુસાર જૂનાં વાહનનો વપરાશ ન કરવાથી અને નવાં વાહન લેવાથી લગભગ 9,550 કરોડ રૂપિયાની બચત થશે. આવનાર વર્ષમાં 2400 કરોડ રૂપિયાનું ઈંધણ બચશે અને સાથે વાહનમાં સ્ટીલનો હિસ્સો 50થી 55 ટકા છે.

Jay Vanani

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago